ઈસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર તરીકે વિખ્યાત વૈજ્ઞાનિક નિલેશ દેસાઈની પસંદગી.

0
12

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ની સંશોધન સંસ્થા સ્પેસ એપ્લિકેશન સેન્ટરના નિયામક તરીકે જાણીતા ગુજરાતી વૈજ્ઞાનિક નિલેશ દેસાઈની નિમણૂક થઈ છે. ત્રણ દાયકાથી ઈસરો સાથે જોડાયેલા નિલેશભાઈના માર્ગદર્શન હેઠળ હવે દેશની આ ટોચની અવકાશ સંશોધન સંસ્થા કાર્ય કરશે. ડો. વિક્રમ સારાભાઈએ સ્થાપેલી આ સંસ્થામાં અગાઉ 1985 આસપાસ ડો. ભાવસાર નિયામક હતા. એ પછી 35 વર્ષ બાદ ગુજરાતી વૈજ્ઞાનિકને નેતૃત્વની તક મળી છે.

મૂળ નવસારીના વતની નિલેશ દેસાઈએ અમદાવાદ સ્થિત એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતેથી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજીમાં અભ્યાસ કર્યો છે. એ પછી તરત તેઓ ઈસરોમાં જોડાયા હતા. ઈન્ડિયન ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જેવો અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સફળતાપૂર્વક પાર પાડવામાં નિલેશભાઈની મહત્વની ભૂમિકા હતી. હવે સ્પેસ એપ્લિકેશન સેન્ટર નિલેશભાઈના માર્ગદર્શન હેઠળ મંગળ મિશન અને સમાનવ ચંદ્રયાત્રાના પ્રોજેક્ટ ઉપરાંત ગગનયાન પ્રોજેક્ટ પર કામ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here