કેન્દ્રના ગૃહ વિભાગે ઓપરેશન અભ્યાસ સિવિલ ડીફેન્સ મોકડ્રિલ માટે જારી કરેલા નિર્દેશ મુજબ ભાવનગર શહેરમાં આજે બુધવારે સાંજે ૭-૪૫ કલાકે શહેરના વાઘાવાડી, ઘોઘાસર્કલ, ક.પરા, કુંભારવાડા, ચિત્રા ફુલસર, ૧૨ નંબરનું બસ સ્ટેન્ડ, રૂપમ ચોક, વિરાણી સર્કલ, સુભાષનગર ચોક, હિલપાર્ક ચોકડી, મિલેટ્રી સોસાયટી, માધવ દર્શન, તળાજા જકાતનાકા સહિતના વિસ્તારોમાં પોલીસ અને ફાયર વિભાગના વાહનો મારફત બે મિનિટ સાયરન વગાડવામાં આવ્યું હતું. લોકો સાયરન અને સમય જોઈને પોતાના રહેણાંક મકાનો, દુકાનો, કોમર્શિયલ બિલ્ડીંગ, ઓફિસોમાં લાઈટો બંધ કરી સજ્જડ બ્લેક આઉટમાં જોડાયા હતા. ત્યારબાદ રાત્રે ૮-૧૫ કલાકે ફરી એક મિનિટનું સાયરન વાગતા તેમજ સ્ટ્રીટલાઈટો શરૂ થતાં ઈલેક્ટ્રીક લાઈટના ઉપકરણો ફરી શરૂ કરી દીધા હતા. બ્લેક આઉટ દરમિયાન આકાશમાં ઉડતા ડ્રોન કેમેરાએ લોકોને કૂતુહૂલથી જોઈ તરેહ-તરેહની ચર્ચાઓ કરતા સાંભળવા મળ્યા હતા. ઉલ્લેખનિય છે કે, પહલગામનો બદલો લેવા ભારતીય સેનાએ પીઓકેમાં ઘૂસી કરેલી એરસ્ટ્રાઈકથી દરેક ભાવનગરીઓનો સવારથી જ જુસ્સો સાતમા આસમાને હોય, બેવડાયેલા ઉત્સાહ સાથે શહેરીજનો બ્લેક આઉટની કવાયતમાં જોડાયા હતા. શહેર ઉપરાંત જિલ્લામાં પણ તાલુકા કક્ષા, ગામડે-ગામ લોકોએ સ્વૈચ્છિક અંધારપટ કરી દીધો હતો. વધુમાં બ્લેક આઉટ દરમિયાન વાહન વ્યવહાર થંભાવી રાખવાની કરાયેલી અપીલ નિષ્ફળ રહી હતી. લોકો બિનજરૂરી પણ વાહનો લઈને રસ્તાઓ પર નીકળતા જોવા મળ્યા હતા.
BHAVNAGAR : સ્વયંભૂ સજ્જડ બ્લેક આઉટ, વાહન વ્યવહાર ન થંભ્યો
- Advertisement -
ભાવનગર શહેર અને જિલ્લામાં સિવિલ ડીફેન્સના ભાગરૂપે અર્ધો કલાકનું બ્લેક આઉટ અપાયું હતું. જેમાં લોકોએ સ્વયંભૂ સજ્જડ ઈલેક્ટ્રીક લાઈટોના ઉપકરણો બંધ રાખી બ્લેક આઉટના અભ્યાસને સફળ બનાવ્યો હતો. જો કે, વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ રહેતા લોકોમાં કચવાટ પણ સાંભળવા મળ્યો હતો.
- Advertisment -