Tuesday, September 21, 2021
Homeબહાદુરી બતાવવા સિંહ સાથે લીધી સેલ્ફી, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Array

બહાદુરી બતાવવા સિંહ સાથે લીધી સેલ્ફી, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

સિંહ સાથે સેલ્ફી લેવી એ ગુનો છે. આમ છતા છાસવારે આ પ્રકારની સેલ્ફી અને વીડિયો સામે આવતા રહે છે. આ વખતે તો એક વ્યક્તિએ સિંહ સાથે સેલ્ફીનો એક એવો વીડિયો બનાવ્યો જે વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે. આ વીડિયો ગીરગઢડાના જામવાડાનો હોવાનું અનુમાન છે. જેમાં ટોપી પહેરેલો એક વ્યકિત આંબાવાડીમાં પોતે સૂઇને પાછળ સિંહણ બેઠી હોય તેવી રીતે પોતાનો વીડિયો ઉતરાવે છે. આ વીડિયોમાં આંબાના ઝાડની નીચે સિંહણ આરામથી બેઠી છે અને આ મહાશય પોતાના વિવિધ સ્ટાઇલમાં પોઝ આપીને પોતે કેટલો બહાદુર છે તેવું આ વીડિયોમાં દર્શાવાની કોશિષ કરી રહ્યો છે. ત્યારે હાલમાં આ વીડિયોને લઇને ભારે ચર્ચા જાગી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments