અમદાવાદ : સેન્ટ્રલ જેલના કેદીઓની સેલ્ફી વાયરલ ! પોલીસે શરૂ કરી કાર્યવાહી

0
34

સેલ્ફીમાં દેખાઈ રહેલા ત્રણ કેદીમાંથી બે કેદી હાલ જામીન પર બહાર છે, જ્યારે એક કેદી જેલમાં જ બંધ

 

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલના કેદીઓએની સેલ્ફી વાયરલ થઇ છે. જેલમાંથી લેવામાં આવેલી આ સેલ્ફીમાં દેખાતા ત્રણ આરોપીમાંથી એક આરોપીએ 26મી મેના રોજ આ સેલ્ફી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કરી હતી. સેલ્ફીમાં દેખાઈ રહેલા ત્રણ કેદીમાંથી બે કેદી હાલ જામીન પર બહાર છે, જ્યારે એક કેદી જેલમાં જ બંધ છે.

તો બીજી તરફ આ સેલ્ફી આ વાયરલ થતાં જેલ પ્રશાસન પણ હરકતમાં આવી કાર્યવાહી શરૂ કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ 26 મેએ આ કેદીમાંથી એક જામીન પર બહાર આવ્યો હતો. અને વાયરલ થયેલો આ ફોટો 10 દિવસ પહેલા લેવાયો હોવાની ચર્ચા છે.

મળતી માહિતી પ્રમાણે જેલમાંથી જામીન પર બહાર આવેલ આકાશ નામના એક યુવકે આ ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. જોકે બાદમાં વાયરલ થયો. સેલ્ફીમાં ત્રણ આરોપી નજરે પડી રહ્યા છે. આ ત્રણમાંથી એક આરોપી હાલ પણ જેલમાં છે અને બે જામીન પર જેલ બહાર છે.

હાલ આ મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે તેમજ પોલીસે આ મામલે કાર્યવાહી પણ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here