Wednesday, September 28, 2022
Homeદેશદારૂના બુટલેગરોને છોડાવવા દીકરીઓનું વેચાણ કરી રહ્યા છે : સાધ્વી પ્રજ્ઞાનો દાવો

દારૂના બુટલેગરોને છોડાવવા દીકરીઓનું વેચાણ કરી રહ્યા છે : સાધ્વી પ્રજ્ઞાનો દાવો

- Advertisement -

ભોપાલના લોકસભા સાંસદ અને ભાજપના નેતા સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે એક ખૂબ જ ચોંકાવનારો દાવો કર્યો છે. સાધ્વી પ્રજ્ઞાના કહેવા પ્રમાણે માતા-પિતા દારૂના ગેરકાયદેસર વેચાણમાં લિપ્ત હોય તેવા પોતાના સંબંધીઓને પોલીસની કસ્ટડીમાંથી છોડાવવા માટે પોતાની દીકરીઓનું ‘વેચાણ’ કરી રહ્યા છે. સાધ્વી પ્રજ્ઞાની કથિત ટિપ્પણીનો વીડિયો સામે આવ્યા બાદ મધ્ય પ્રદેશ વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ કોંગ્રેસના ગોવિંદ સિંહે આ મુદ્દાને ખૂબ જ સ્ફોટક અને ચિંતાજનક ગણાવ્યો હતો. તેમણે રાજ્યની રાજધાનીમાં ગેરકાયદેસર દારૂના વેચાણનો કારોબાર વિકસી રહ્યો હોવા અંગે ચિંતા દર્શાવી હતી.

સાધ્વી પ્રજ્ઞાએ 17મી સપ્ટેમ્બરના રોજ ભારતીય ઉદ્યોગ વ્યાપાર મંડળના એક કાર્યક્રમ દરમિયાન આ ટિપ્પણી કરી હતી. તેમણે પોતે કેટલીક ઝૂંપડપટ્ટીઓ અને ગામડાંઓ દત્તક લીધેલા છે તેના અંગે વાત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તેમના દ્વારા દત્તક લેવામાં આવેલી વસ્તીઓમાં બાળકો પાસે ભણવા માટે કોઈ સંસાધન નથી. તેમના માતા-પિતા પાસે કમાણીનો કોઈ નિયમિત સ્ત્રોત નથી અને તેઓ ગેરકાયદેસર રીતે દારૂના વેચાણમાં સામેલ છે.

ઘણી વખત પોલીસ તેમની ધરપકડ કરી લે છે અને તેમના પાસે જામીન મેળવવા માટે રૂપિયા નથી હોતા. તેઓ પોતાના લોકોને છોડાવવા માટે પૈસા એકઠા કરવા 4થી 6 વર્ષની દીકરીઓને વેચી દેતા હોય છે. ગોવિંદ સિંહે જણાવ્યું હતું કે, સાધ્વી પ્રજ્ઞાના નિવેદન પરથી રાજધાનીમાં પોલીસના સંરક્ષણમાં દારૂનો ગેરકાયદેસર કારોબાર વિકસી રહ્યો હોવાના સંકેત મળે છે. તેમણે દારૂના ગેરકાયદેસર કારોબારમાં સામેલ લોકોની મુક્તિ માટે પોલીસને લાંચ આપવા કથિત રીતે દીકરીઓનું વેચાણ થઈ રહ્યું છે તે અંગે તપાસની માગણી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular