- માન્ચેસ્ટરમાં લગભગ ચાર કલાક વરસાદ પડતા ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સ સમાપ્ત ન થઇ
- ન્યૂઝીલેન્ડે 46.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 211 રન કર્યા હતા
- માન્ચેસ્ટરમાં બુધવારે 65% વરસાદની સંભાવના છે, જો મેચ ન રમાઈ તો પોઈન્ટ્સના આધારે ભારત ફાઇનલમાં પહોંચી જશે
(સ્પોર્ટ્સ ડેસ્ક:રવિ કાયસ્થ) વર્લ્ડ કપની પ્રથમ સેમિ ફાઇનલમાં માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં વરસાદે વિલનની ભૂમિકા નિભાવી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં કિવિઝે 46.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 211 રન કર્યા હતા. રોઝ ટેલર 67 રને અને ટોમ લેથમ 3 રને રમી રહ્યા હતા. પરંતુ તે પછી વરસાદના લીધે મેચ રમાઈ ન હતી. આવતીકાલે ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સ જ્યાં અટકી હતી ત્યાંથી આગળ વધશે.
મેચે પૂરી ન થઈ તો આમાંથી કોઈ એક લક્ષ્ય મળશે…
46 ઓવર 237 રન
40 ઓવર 223 રન
35 ઓવર 209 રન
30 ઓવર 192 રન
25 ઓવર 172 રન
20 ઓવર 148 રન - ભારતીય બોલરોનું પ્રભુત્વ, કીવીઝના પાવર પ્લેમાં સૌથી ઓછા રન બન્યાન્યૂઝીલેન્ડના 10 ઓવરમાં 27 રન બન્યા. તે આ વર્લ્ડ કપમાં પાવર પ્લેનો સૌથી ઓછો સ્કોર છે. તેને 100 રન બનાવવામાં 28.1 ઓવર લાગી. શરૂઆતની બે ઓવર મેઈડન રહી. પહેલો રન જ 17મા બોલે બન્યો.
વર્લ્ડ કપના નિયમો
1. રિઝર્વ દિવસો
સેમિફાઈનલ અને ફાઈનલ માટે રિઝર્વ દિવસે મેચ નવેસરથી નહીં રમાય, અધૂરી મૅચ ત્યાંથી જ રમાશે2. સુપર ઓવર
સેમિફાઈનલ કે ફાઈનલમાં ટાઈની સ્થિતિમાં રમાશે3. જો સેમિફાઈનલ વરસાદને લીધે ધોવાઈ જાય તો…
લીગ સ્ટેજમાં આગળ રહેલી ટીમ ફાઈનલમાં જાય4. જો ફાઈનલ ધોવાઈ જાય તો…
રિઝર્વ દિવસ પછી ફાઈનલમાં પહોંચેલી બંને ટીમો વર્લ્ડ કપ ટ્રોફી શૅર કરે.નિયમમાં ફેરફાર આવ્યો: રિઝર્વ ડે દરમિયાન મેચ નવેસરથી શરૂ થતી હતી. આપણે 2002ની ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન બીજા દિવસે મેચ ફરીથી શરૂ થાય તે જોયું હતું. જોકે આઈસીસીએ આ નિયમમાં ફેરફાર કર્યો છે અને હવે મેચ રિસ્ટાર્ટ નહીં પરંતુ જ્યાંથી અટકી હોય ત્યાંથી જ શરૂ થશે.
Array
સેમિ ફાઈનલ : અરે યાર! ફરી વરસાદ, ઈન્ડિયા-ન્યૂઝિલેન્ડ મેચ બુધવારે વરસાદ નહિ નડે તો અટકી હતી ત્યાંથી આગળ રમાશે
- Advertisement -
- Advertisment -