ભારત સરકાર દ્વારા સ્ટેટ સ્ટાર્ટ અપ રેન્કિગ 2022 અંતર્ગત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સ્ટાર્ટ અપ યોજના અંગે જાગૃતિ અને પ્રચાર-પ્રસાર બાબતે ગોધરા ખાતે કુલ ચાર વર્કશોપ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ સેમિનારમાં 250થી વધારે મહિલાઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ યોજના અંતર્ગત તજજ્ઞો દ્વારા રોજગારલક્ષી માહિતી આપવામાં આવી હતી.
જેમાં પ્રથમ વર્કશોપ અંતર્ગત જિલ્લા અધિક કલેકટરની ઉપસ્થિતમાં સ્ટાર્ટ અપ યોજના માટેના સેન્સિટાઇઝેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ કચેરીના અધિકારીઓને સ્ટાર્ટ અપ યોજનામાં GEM પોર્ટલ અને સ્ટાર્ટ અપ ગુજરાત ઈકો સિસ્ટમ વિશે વિસ્તૃત માહિતી પ્રદાન કરવામાં આવી હતી. આ સેમિનાર દરમિયાન સ્ટાર્ટ અપ યોજના અને GEM પોર્ટલના તજજ્ઞોએ ગાંધીનગરથી ઓનલાઇન જોડાઈ યોજનાની માહિતી આપી હતી.
ત્રીજા વર્કશોપ અંતર્ગત વુમન લેડ આધારિત મહિલા આઇટીઆઇ ગોધરા ખાતે 100થી વધુ મહિલાઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં વુમન સક્સેસ સ્ટોરી અંતર્ગત રાખવામાં આવ્યો હતો. જેમાં પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મહિલા ઉદ્યોગ સાહસિક વિશ્વાસની સ્ટોરીથી લોકોને માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં મહિલા ઉત્થાન અને મહિલા સ્ટાર્ટ અપમાં મહિલાઓને મળતા લાભો અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. જેમાં બરોડા સ્વરોજગાર સંસ્થા ખાતે આવેલા સિદ્ધિ બેન તથા રોજગાર કચેરીના પ્રશાંતભાઈ રાણાએ મહિલાઓને વિવિધ તાલીમ અને નોકરીની તકો વિશે માહિતી આપી હતી.