કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કર્યાં વખાણ

0
4

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યાં છે. આઝાદે એક કાર્યક્રમમાં વડાપ્રધાનના વખાણ કરતા કહ્યું કે, આપણે આપણી મૂળ વિનમ્રતા અને લોકોને ભૂલવા જોઈએ નહી. લોકોને નરેન્દ્ર મોદી પાસે શીખ લેવી જોઈએ જે વડાપ્રધાન બની ગયા છે પરંતુ પોતાનું મૂળને નથી ભૂલ્યા.

રાજ્યસભામાં વિપક્ષના નેતા રહી ચુકેલા ગુલામ નબી આઝાદે કહ્યું કે, નરેન્દ્ર મોદી પોતાને ગર્વથી ચા વાળો કહે છે. સાથે જ તેમણે કહ્યું કે, મારા અને નરેન્દ્ર મોદી સાથે રાજકિય મતભેદ છે પરંતુ વડાપ્રધાન છેવાડાના લોકો સાથે જોડાયેલા જમીની નેતા છે. આ સિવાય આઝાદે કાશ્મીરની અર્થવ્યવસ્થાને લઈને પોતાના મત રાખ્યો.

તેમણે કહ્યું કે, આપણે પહેલા જમ્મુ કાશ્મીરની આર્થિક સ્થિતિને ઠીક કરવી પડશે. તેમણે એ માટે મંત્ર પણ આપ્યો અને કહ્યું કે, વિકાસના કામને ત્રણ ગણું કરવું પડશે. આઝાદે સાથે જ કેન્દ્ર પાસેથી મળતા ફંડને પણ વધારવાની માંગ કરી અને કહ્યું કે, દિલ્હીથી ત્રણ-ચાર ગણા વધારે પૈસા મળવા જોઈએ.

આઝાદે કહ્યું કે, અમારા સમયમાં બજેટ ઓછું હતું પરંતુ અમે અલગ-અલગ ચીજોમાં પૈસા લેતા હતા. આજે કામ દેખાતું નથી અને ઉદ્યોગો બંધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here