Monday, December 5, 2022
Homeદેશસિનિયર નેતા દિગ્વિજય સિંહે કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી લડવાની કરી જાહેરાત

સિનિયર નેતા દિગ્વિજય સિંહે કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી લડવાની કરી જાહેરાત

- Advertisement -

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી વધારે રોચક બની છે. શશી થરુર અને અશોક ગેહલોત બાદ હવે વધુ એક મોટા ગજાના નેતા ચૂંટણી મેદાનમાં ઉતર્યાં છે.

દિગ્વિજય સિંહ પણ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે. તેઓ ટૂંક સમયમાં જ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે. હાલ દિગ્વિજય સિંહ રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં ભાગ લઈ રહ્યા હતા. હવે તે આજ રાત સુધીમાં દિલ્હી પરત આવી જશે. શશિ થરૂર અને અશોક ગેહલોત પણ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડી રહ્યાં છે. રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીની અંદર થયેલા હંગામા બાદ અશોક ગેહલોતના ચૂંટણી લડવા અંગે શંકા સેવાઈ રહી છે. તો બીજી તરફ શશિ થરૂરના ઉમેદવારને કન્ફર્મ માનવામાં આવે છે. તેઓ 30 સપ્ટેમ્બરે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવાના છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular