Thursday, October 28, 2021
Homeબિઝનેસ લોકડાઉન : સેન્સેક્સમાં ઈતિહાસનો બીજો મોટો ઘટાડો, સેન્સેક્સ 2713 અને નિફ્ટી...
Array

બિઝનેસ લોકડાઉન : સેન્સેક્સમાં ઈતિહાસનો બીજો મોટો ઘટાડો, સેન્સેક્સ 2713 અને નિફ્ટી 756 અંક ઘટ્યો

મુંબઈ: કોરોનાવાઈરસનું સંક્રમણ વધુ વધવા અને યુએસ ફેડરલે વ્યાજ દર ઘટાડતા સોમવારે દેશના બજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. કોરોબારના અંતમાં સેન્સેક્સ 2713.41 અંક ઘટીને 31.390.07 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 756.10 અંક ઘટીને 9,199.10 પર બંધ થયો હતો. બજારમાંઆજે ફાઈનાન્સ સેકટરના શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. એચડીએફસી, ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, એસબીઆઈ સહિત તમામ અગ્રણી બેન્કોના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. બીએસઈ 30માં સામેલ કંપનીઓના શેરમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો છે.

બજારમાં આવેલા ઘટાડાના ચાર મુખ્ય કારણ

  • યુએસ ફેડરલે વ્યાજ દરમાં ઘટાડો કરીને તેને શુન્યની નજીક લાવી દીધો છે. કોરોનાવાઈરસ ફેલાવવાને કારણે બિઝનેસ અને ટ્રાવેલ ઠપ થઈ રહ્યાં છે. તેની સામે લડવા માટે ફેડે આ પગલા ભર્યા છે. આ પગલા બાદ બોન્ડ બજારમાં ખરીદી વધી ગઈ છે. ડોલરની સરખામણીમાં રૂપિયામાં પણ ઘટાડો આવ્યો છે.
  • દેશમાં કોરોનાવાઈરસનું સંક્રમણ વધવાના સમાચોરાના પગલે રોકાણકારોમાં ડર છે. મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોનાવાઈરસના મામલાઓની સંખ્યા વધી છે. ઈટલી અને ઈરાનથી પણ 450 ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે. ચીન બાદ આ બંને દેશો કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે.
  • વૈશ્વિક ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રિસેલે કહ્યું છે કે વિશ્વભરમાં કોરોનાનો ભય સતત વધી રહ્યો હોવાના પગલે ભારતીય કંપનીઓની સામે ક્રેડિટનું દબાણ વધી ગયું છે. એજન્સીએ કહ્યું છે કે એરલાઈન્સ, હોટલ, મોલ્સ, મલ્ટીપ્લેક્સ અને રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રી પર સૌથી વધુ અસર પડશે.
  • વિદેશી સંસ્થાગત રોકાણકારોએ ઘરેલું બજારોમાંથી પૈસા કાઢી લેતા બજાર પર દબાણ છે. માર્ચમાં અત્યાર સુધીમાં રોકાણકારો 35,000 કરોડ રૂપિયા કાઢી ચૂક્યા છે. કોરોનાવાઈરસ ફેલાવવાને કારણે રોકાણકારોમાં ડર છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments