શેરબજાર : સેન્સેક્સ 552 અંક ઘટ્યો, નિફ્ટી 9813 પર બંધ; ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્કના શેર ઘટ્યા

0
4
  • ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એનટીપીસીના શેર ઘટ્યા
  • રિલાયન્સ, એચસીએલ ટેક, સન ફાર્મા, ઓએનજીસીના શેર વધ્યા

મુંબઈ. સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારો ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 552 અંક ઘટીને 33228 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 159 અંક ઘટીને 9813 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર રિલાયન્સ, એચસીએલ ટેક, સન ફાર્મા, એમએન્ડએમ અને ઓએનજીસી સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. રિલાયન્સ 1.65 ટકા વધી 1615.00 પર બંધ રહ્યો હતો. એચસીએલ ટેક 1.28 ટકા વધી 579.00 પર બંધ રહ્યો હતો. જોકે ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક અને એનટીપીસી સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 7.27 ટકા ઘટીને 489.65 પર બંધ રહ્યો હતો. એક્સિસ બેન્ક 4.55 ટકા ઘટીને 389.35 પર બંધ રહ્યો હતો.