નવા સપ્તાહમાં સેન્સેક્સ ૫૦૦૦૦ ઉપર બંધ આવતાં ૫૧૧૧૧

0
1

ડેરિવેટીવ્ઝમાં ગત સપ્તાહમાં માર્ચ વલણના અંતના સતત બીજા અઠવાડિયામાં ફંડો, મોટા ખેલાડીઓએ તેજીની ઓવરબોટ પોઝિશન હળવી કરવા સાથે કોરોના સંક્રમણની બીજી લહેરને લઈ દેશમાં ફરી વ્યાપક લોકડાઉનની પરિસ્થિતિ સર્જાતાં શેરોમાં સાર્વત્રિક કડાકો બોલાઈ ગયો છે. લાંબા સમયથી તેજીનો અતિરેક બતાવીને શેરોમાં ઈન્ડેક્સ બેઝડ વિક્રમી તેજીની અવિરત તેજીની દોટમાં લોકોને તાણી લાવવામાં આવ્યા બાદ હવે તોફાની રમઝટ બોલાવીને છેતરામણી ચાલમાં ખુવાર કરવામાં આવી રહ્યા છે. કોરોનાના ફરી વધતાં ઉપદ્રવ અને પશ્ચિમ બંગાળ, કેરળ, આસામ સહિતના રાજયોમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીઓની સાથે સાથે અત્યારે બજારમાં ઘટાડે સપોર્ટ આપીને તેજીના ફૂંફાળા બતાવવામાં આવી રહ્યા છે. પરંતુ આ તેજીના ફૂંફાળા હંગામી નીવડીને આગામી દિવસોમાં બજાર એકાએક ફસકી પડવાની અને ધબડકો બોલાઈ જવાની પૂરી શકયતાને જોતાં ઉછાળાને અનુસરવામાં ખૂબ જ સાવચેતી જરૂરી રહેશે.બજાર હજુ ઈન્ડેક્સ બેઝડ તોફાની અફડાતફડી બતાવશે. નવા સપ્તાહમાં સેન્સેક્સ ૫૦૦૦૦ ઉપર બંધ આવતાં ૫૧૧૧૧ અને નિફટી ૧૪૭૭૭ ઉપર બંધ આવવાના સંજોગોમાં ૧૫૧૧૧ જોવાઈ શકે છે.

ગત સપ્તાહે પણ અહીંથી કરાયેલી આગાહી મુજબ કડાકા: સેન્સેક્સ નીચામાં ૪૮૨૩૬ અને નિફટી ૧૪૨૬૪ જોવાયા

ગત સપ્તાહે અહીંથી૨૧,માર્ચ ૨૦૨૧ના કરાયેલી આગાહીમાં સેન્સેક્સ ૫૦૮૮૮ના પ્રતિકારક લેવલે ૪૮૮૮૮ તૂટતાં ૪૭૮૮૮ અને નિફટી ૧૫૧૧૧ના પ્રતિકારક લેવલે ૧૪૪૪૪ તૂટતાં ૧૪૧૧૧ જોવાશે એવું જણાવેલું. ગત અઠવાડિયે સેન્સેક્સમાં નીચામાં ૨૫,માર્ચ ૨૦૨૧ના ૪૮૨૩૬ સુધી આવ્યો છે અને નિફટીમાં સ્પોટમાં ૧૪૨૬૪ સુધીનો ઘટાડો જોવાયો છે. એફ એન્ડ ઓમાં માર્ચ વલણનો અંત કડાકાનો નીવડયા છે.

ડાર્ક હોર્સ: ૧૦ બોનસ ઉમેદવાર શેરો:

(૧) કાનપુર પ્લાસ્ટિપેક (૨) એલ એન્ડ ટી ઈન્ફોટેક (૩) એમ.એમ.ફોર્જિંગ (૪) વીએસટી ટીલર (૫) વેસુવીયસ ઈન્ડિયા (૬) ટાઈડ વોટર (૭)ગુડઈયર ઈન્ડિયા (૮) એસએમએસ લાઈફ (૯) સુંદરમ બ્રેક લાઈનીંગ (૧૦) વોલ્ટેમ્પ ટ્રાન્સફોર્મર્સ

ડાર્ક હોર્સ તરીકે આ વખતે અહીંથી ૧૦ સંભવિત બોનસ ઉમેદવાર શેરો-સ્ક્રિપોની ખરીદી માટેની ભલામણ કરવામાં આવી રહી છે. અહીં કૌંસમાં શેરોના બીએસઈના શુક્રવાર ૨૬,માર્ચ ૨૦૨૧ના બંધ ભાવ દર્શાવવામાં આવ્યા છે.

(૧) કાનપુર પ્લાસ્ટિપેક લિ.: (રૂ.૧૩૬.૧૫)

બીએસઈ(૫૦૭૭૭૯), એનએસઈ(KANPRPLA) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, કાનપુર પ્લાસ્ટિપેક લિમિટેડ, પ્રમોટર્સ હસ્તક ૭૨.૩૧ ટકા હોલ્ડિંગ, પૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં અપેક્ષિત ઈપીએસ-શેર દીઠ આવક માર્ચ ૨૦૨૧ના રૂ.૧૮, પૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં અપેક્ષિત ઈપીએસ માર્ચ ૨૦૨૨ના રૂ.૨૨, અપેક્ષિત બુક વેલ્યુ માર્ચ ૨૦૨૧ માટે રૂ.૧૧૫ અને માર્ચ ૨૦૨૨ માટે રૂ.૧૩૭, કંપની ૧૨નો પી/ઈ મેળવી રહી હોઈ વર્ષ ૨૦૨૧-૨૨ માટે અપેક્ષિત ઈપીએસ રૂ.૨૨ મુજબ શેરનો ભાવ રૂ.૨૬૪ને આંબી શકે એ માટે વેલ્યુએશન સિંગલ B. જે કંપનીનો શેર અત્યારે રૂ.૧૩૬.૧૫ ભાવે મળી રહ્યો છે. કંપની કુલ ઈક્વિટીમાં ૪૬.૩૧ ટકા બોનસ ઈક્વિટી ધરાવે છે. બોનસ ઈતિહાસ: વર્ષ ૨૦૧૧માં ૧ઃ૨ અને વર્ષ ૨૦૧૬માં ૧ઃ૨ શેર

(૨) લાર્સન એન્ડ ટુબ્રો ઈન્ફોટેક લિ.: (રૂ.૩૯૪૭.૬૦)

બીએસઈ(૫૪૦૦૦૫) અને એનએસઈ(LTI) લિસ્ટેડ રૂ.૧ પેઈડ-અપ, લાર્સન એન્ડ ટુબ્રો ઈન્ફોટેક લિમિટેડ, પ્રમોટર્સ હસ્તક ૭૪.૩૧ ટકાહોલ્ડિંગ ધરાવતી, પૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે અપેક્ષિત ઈપીએસ-શેર દીઠ આવક માર્ચ ૨૦૨૧ના રૂ.૧૧૫, પૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે માર્ચ ૨૦૨૨ના અપેક્ષિત રૂ.૧૩૫ અને અપેક્ષિત બુક વેલ્યુ વર્ષ ૨૦૨૦-૨૧ માટે રૂ.૪૭૭ અને વર્ષ ૨૦૨૧-૨૨ માટે રૂ.૬૧૨, કંપની ૪૦નો પી/ઈ મેળવી રહી હોઈ એ મુજબ માર્ચ, ૨૦૨૨ માટે અપેક્ષિત ઈપીએસ રૂ.૧૩૫ મુજબ શેરનો ભાવ રૂ.૫૪૦૦ને આંબી શકે એટલે વેલ્યુએશન સિંગલ B. જે કંપનીનો શેર અત્યારે રૂ.૩૯૪૭.૬૦ ભાવે મળી રહ્યો છે. ઓકટોબર ૨૦૨૦માં કંપનીએ ૧૫૦૦ ટકા ડિવિડન્ડ આપ્યું હતું.

(૩) એમ.એમ.ફોર્જિંગ્સ લિ.: (રૂ.૪૯૫.૨૫)

બીએસઈ(૫૨૨૨૪૧), એનએસઈ(MMFL) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, એમ.એમ.ફોર્જિંગ્સ લિમિટેડ, પ્રમોટર્સ હસ્તક ૫૬.૩૪ ટકા હોલ્ડિંગ, ૨૧.૬૬ ટકા મ્યુચ્યુઅલ ફંડો પાસે હોલ્ડિંગપૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે અપેક્ષિત ઈપીએસ માર્ચ ૨૦૨૧ના રૂ.૧૮, પૂર્ણ વર્ષ ૨૦૨૧-૨૨ માટે અપેક્ષિત ઈપીએસ માર્ચ ૨૦૨૨ના રૂ.૩૧, અપેક્ષિત બુક વેલ્યુ વર્ષ ૨૦૨૦-૨૧ માટે રૂ.૨૧૨, વર્ષ ૨૦૨૧-૨૨ માટે રૂ.૨૪૩ છે. કંપની સરેરાશ ૧૮નો પી/ઈ મેળવી રહી હોઈ એ મુજબ વર્ષ ૨૦૨૧-૨૨ની અપેક્ષિત ઈપીએસ રૂ.૩૧ મુજબ શેર રૂ.૫૫૮ને આંબી શકે એ માટે વેલ્યુએશન સિંગલ B. જે કંપનીનો શેર અત્યારે રૂ.૪૯૫.૨૫ ભાવે મળી રહ્યો છે. કંપનીની કુલ ઈક્વિટીમાં ૭૫ ટકા ઈક્વિટી બોનસની છે. બોનસ ઈતિહાસ: વર્ષ ૨૦૦૪માં ૧ઃ૧, વર્ષ ૨૦૦૮માં ૧ઃ૧, વર્ષ ૨૦૧૮માં ૧ઃ૧ શેર બોનસ.

(૪) વીએસટી ટીલર્સ ટ્રેકટર્સ લિ.: (રૂ.૧૮૧૫)

બીએસઈ(૫૩૨૧૬૧), એનએસઈ(VSTTILLERS) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, પ્રમોટર્સ હસ્તક ૫૪.૭૭ ટકા હોલ્ડિંગ, ૧૮.૫૩ ટકા મ્યુચ્યુઅલ ફંડો પાસે છે. પૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે અપેક્ષિત ઈપીએસ રૂ.૧૨૪ અને પૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે અપેક્ષિત ઈપીએસ રૂ.૧૩૫, અપેક્ષિત બુક વેલ્યુ વર્ષ ૨૦૨૦-૨૧ માટે રૂ.૮૪૬ અને વર્ષ ૨૦૨૧-૨૨ માટે અપેક્ષિત રૂ.૯૮૧ છે. કંપની સામાન્ય રીતે ૧૮નો પી/ઈ મેળવી રહી છે, માર્ચ ૨૦૨૨ની અપેક્ષિત ઈપીએસ રૂ.૧૩૫ મુજબ શેર રૂ.૨૪૩૦ને આંબી શકે એ માટે વેલ્યુએશન સિંગલ B. જે કંપનીનો શેર અત્યારે રૂ.૧૮૧૫ ભાવે મળી રહ્યો છે. કંપની કુલ ઈક્વિટીમાં ૫૫.૫૫ ટકા બોનસ ઈક્વિટી ધરાવે છે. બોનસ ઈતિહાસ: વર્ષ ૧૯૯૮માં ૧ઃ૨, વર્ષ ૧૯૯૯માં ૧ઃ૨, વર્ષ ૨૦૦૯માં ૧ઃ૨ શેર બોનસ.

(૫) વેસુવીયસ ઈન્ડિયા લિ.: (રૂ.૯૩૦.૪૫)

બીએસઈ(૫૨૦૧૧૩) અને એનએસઈ(VESUVIUS), રૂ.૧૦ પેઈડ-અપ, વેસુવીયસ ઈન્ડિયા લિમિટેડ, પ્રમોટર્સ હસ્તક ૫૫.૫૭ ટકા હોલ્ડિંગ, મ્યુચ્યુઅલ ફંડો પાસે ૨૨.૯૦ ટકા હોલ્ડિંગ, પૂર્ણ નાણાકીય વર્ષ ડિસેમ્બર ૨૦૨૧ માટે અપેક્ષિત ઈપીએસ રૂ.૩૮, પૂર્ણ વર્ષ ડિસેમ્બર ૨૦૨૨ માટે અપેક્ષિત ઈપીએસ રૂ.૪૮, અપેક્ષિત બુક વેલ્યુ ડિસેમ્બર ૨૦૨૧ના રૂ.૪૫૩ અને અપેક્ષિત ડિસેમ્બર ૨૦૨૨ના રૂ.૫૦૧ છે. કંપની સામાન્ય રીતે ૩૦નો પી/ઈ મેળવી રહી હોઈ શેર રૂ.૧૫૦૦ને આંબી શકે એ માટે વેલ્યુએશન સિંગલ B. જે કંપનીનો શેર અત્યારે રૂ.૯૩૦.૪૫ ભાવે મળી રહ્યો છે.

(૬) ટાઈડ વોટર ઓઈલ લિ.: (રૂ.૪૩૪૮.૪૦)

બીએસઈ(૫૯૦૦૦૫), એનએસઈ (TIDEWATER) લિસ્ટેડ રૂ.૫ પેઈડ-અપ, ટાઈડ વોટર ઓઈલ ઈન્ડિયા લિમિટેડ, પ્રમોટર્સ હસ્તક ૫૭.૨૮ ટકા હોલ્ડિંગ, ૧૧.૭૧ ટકા ઈન્સ્યોરન્સ કંપનીઓ પાસે હોલ્ડિંગ, અપેક્ષિત પૂર્ણ વર્ષ માર્ચ ૨૦૨૧ના રૂ.૩૭૫ અને અપેક્ષિત પૂર્ણ વર્ષ માર્ચ ૨૦૨૨ના રૂ.૪૦૫ છે. અપેક્ષિત બુક વેલ્યુ માર્ચ ૨૦૨૧ની રૂ.૨૩૪૦ અને માર્ચ ૨૦૨૨ની અપેક્ષિત રૂ.૨૭૪૫ છે. કંપની સામાન્ય રીતે ૧૪નો પી/ઈ મેળવી રહી છે, જે મુજબ માર્ચ ૨૦૨૨ની અપેક્ષિત ઈપીએસ રૂ.૪૦૫ પ્રમાણે શેર રૂ.૫૬૭૦ને આંબી શકે એ માટે વેલ્યુએશન સિંગલ B. જે કંપનીનો શેર અત્યારે રૂ.૪૩૪૮.૪૦ ભાવે મળી રહ્યો છે.કંપની કુલ ઈક્વિટીમાં ૭૮.૮૨ ટકા બોનસ ઈક્વિટી ધરાવે છે. બોનસ ઈતિહાસ: વર્ષ ૧૯૮૦માં ૧ઃ૧, વર્ષ ૧૯૯૩માં ૧ઃ૧, વર્ષ ૨૦૧૬માં ૧ઃ૧ શેર બોનસ.

(૭) ગુડઈયર ઈન્ડિયા લિ.: (રૂ.૮૯૩.૬૦)

બીએસઈ(૫૦૦૧૬૮), એનએસઈ(GOODYEAR) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, ગુડઈયર ઈન્ડિયા લિમિટેડ, પ્રમોટર્સ હસ્તક ૭૪ ટકા હોલ્ડિંગ, મ્યુચ્યુઅલ ફંડો પાસે ૧૦ ટકા હોલ્ડિંગ છે. અપેક્ષિત પૂર્ણ વર્ષ માર્ચ ૨૦૨૧ના ઈપીએસ રૂ.૫૫ અને અપેક્ષિત માર્ચ ૨૦૨૨ના રૂ.૬૬ અને અપેક્ષિત માર્ચ ૨૦૨૧ના બુક વેલ્યુ રૂ.૪૫૭ અને અપેક્ષિત માર્ચ ૨૦૨૨ના બુક વેલ્યુ રૂ.૫૨૩ છે. કંપની સામાન્ય રીતે ૨૦નો પી/ઈ મેળવી રહી હોઈ માર્ચ ૨૦૨૨ની અપેક્ષિત રૂ.૫૨૩ ઈપીએસ મુજબ શેરનો ભાવ રૂ.૧૦૪૬ને આંબી શકે એ માટે વેલ્યુએશન સિંગલ B. જે કંપનીનો શેર અત્યારે રૂ.૮૯૩.૬૦ભાવે મળી રહ્યો છે. કંપની કુલ ઈક્વિટીમાં ૫૨.૭૦ ટકા બોનસ ઈક્વિટી ધરાવે છે. બોનસ ઈતિહાસ: વર્ષ ૧૯૭૩માં ૧ઃ૧, વર્ષ ૧૯૭૭માં ૨ઃ૫ અને વર્ષ ૧૯૯૦માં ૧ઃ૧ શેર બોનસ.

(૮) એસએમએસ લાઈફસાયન્સિસ લિ. : (રૂ.૪૯૬.૨૫)

બીએસઈ(૫૪૦૬૭૯), એનએસઈ(SMSLIFE) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, એમએમએસ લાઈફસાયન્સિસ ઈન્ડિયા લિ. પ્રમોટર્સ હોલ્ડિંગ ૬૮.૨૬ ટકા, અપેક્ષિત પૂર્ણ વર્ષ માર્ચ ૨૦૨૦-૨૧ના અપેક્ષિત ઈપીએશ રૂ.૪૩, માર્ચ ૨૦૨૧-૨૨ના અપેક્ષિત ઈપીએસ રૂ.૫૦, માર્ચ ૨૦૨૧ની અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૪૪૬ અને માર્ચ ૨૦૨૨ના અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૪૯૬ છે. કંપની સામાન્ય રીતે ૧૪નો પી/ઈ મેળવી રહી હોઈ અપેક્ષિત માર્ચ ૨૦૨૨ની ઈપીએસ મુજબ રૂ.૭૦૦ને આંબી શકે એ માટે વેલ્યુએશન સિંગલ B. જે કંપનીનો શેર અત્યારે રૂ.૪૯૬.૨૫ ભાવે મળી રહ્યો છે.

(૯) સુંદરમ બ્રેક લાઈનીંગ લિ.: (રૂ.૩૩૮.૬૫)

બીએસઈ(૫૯૦૦૭૨), એનએસઈ(SUNDRMBRAK) લિસ્ટેડ રૂ.૧૦ પેઈડ-અપ, સુંદરમ બ્રેક લાઈનીંગ્સ લિમિટેડ પ્રમોટર્સ હસ્તક ૬૫.૫૪ ટકા હોલ્ડિંગ, પૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે માર્ચ ૨૦૨૧ના અંતે અપેક્ષિત ઈપીએસ રૂ.૨૪ અને પૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે અપેક્ષિત ઈપીએસ રૂ.૪૫, અપેક્ષિત બુક વેલ્યુ માર્ચ ૨૦૨૧ના રૂ.૨૩૮ અને અપેક્ષિત બુક વેલ્યુ માર્ચ ૨૦૨૨ના રૂ.૨૮૩ છે. કંપની સામાન્ય રીતે ૧૫નો પી/ઈ મેળવી રહી હોઈ અપેક્ષિત માર્ચ ૨૦૨૨ની ઈપીએસ મુજબ રૂ.૬૭૫ને આંબી શકે એ માટે વેલ્યુએશન સિંગલ B. જે કંપનીનો શેર અત્યારે રૂ.૩૩૮.૬૫ ભાવે મળી રહ્યો છે.

(૧૦) વોલ્ટેમ્પ ટ્રાન્સફોર્મર્સ લિ.: (રૂ.૧૦૨૩.૮૦)

બીએસઈ(૫૩૨૭૫૭), એનએસઈ(VOLTAMP), રૂ.૧૦ પેઈડ-અપ, વોલ્ટેમ્પ ટ્રાન્સફોર્મર્સ લિમિટેડ, પ્રમોટર્સ હસ્તક ૫૦ ટકા હોલ્ડિંગ,મ્યુચ્યુઅલ ફંડો અને એફપીઆઈ પાસે ૩૪.૧૨ ટકા હોલ્ડિંગ ધરાવતી, પૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે અપેક્ષિત ઈપીએસ માર્ચ ૨૦૨૧ના રૂ.૯૦, પૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે માર્ચ ૨૦૨૨ના અપેક્ષિત ઈપીએસ રૂ.૧૦૫ છે. બુક વેલ્યુ માર્ચ ૨૦૨૧ના અપેક્ષિત રૂ.૮૫૩ અને માર્ચ ૨૦૨૨ના રૂ.૯૫૮ અપેક્ષિત છે. કંપની સામાન્ય રીતે ૧૪નો પી/ઈ મેળવી રહી હોઈ અપેક્ષિત માર્ચ ૨૦૨૨ની ઈપીએસ મુજબ શેર રૂ.૧૪૭૦ને આંબી શકે એ માટે વેલ્યુએશન સિંગલ B. જે કંપનીનો શેર અત્યારે રૂ.૧૦૨૩.૮૦ ભાવે મળી રહ્યો છે.

૧૦ નવી બોનસ ઉમેદવાર કંપનીઓ સિવાય ડાર્ક હોર્સ હેઠળની ૧૭ સ્ક્રિપો-કંપનીઓ પણ બોનસ ઉમેદવાર

હાલ ડાર્ક હોર્સ તરીકે ભલામણ કરાયેલી કાર્યરત ૪૨ સ્ક્રિપો-શેરોમાંથી કુલ ૧૭ કંપનીઓ બોનસ ઉમેદવાર છે. આમ હવે કુલ ભલામણ થયેલી ૫૨-બાવન સ્ક્રિપો-શેરોમાંથી ૨૭ કંપનીઓ બોનસ આપવા સક્ષમ છે. જો આમાંથી અમુક કંપનીઓ બોનસ શેર આપે તો નવાઈ ન પામશો. અહીં કૌંસમાં શેરોના શુક્રવાર તા.૨૬,માર્ચ ૨૦૨૧ના બીએસઈના બંધ ભાવ દર્શાવાયા છે. આ વખતે ભલામણ કરાયેલી ઉપરોક્ત ૧૦ બોનસ ઉમેદવાર કંપનીઓ સિવાય અમોને જે ૧૭ કંપનીઓમાં બોનસની અપેક્ષા છે એ કંપનીઓની યાદીમાં (૧) અબોટ ઈન્ડિયા લિમિટેડ-(બંધ ભાવ રૂ.૧૪૫૩.૫૫), (૨) ચેવીયટ કંપની લિમિટેડ( રૂ.૭૨૨.૪૫), (૩) એવરેસ્ટ ઈન્ડસ્ટ્રીઝ લિ. (રૂ.૨૮૭.૯૫), (૪) જી.એમ.બ્રિવરીઝ લિમિટેડ(રૂ.૪૧૪.૩૦), (૫) ગ્લોબસ સ્પિરીટ્સ લિમિટેડ(રૂ.૩૧૮.૭૦), (૬) હિન્દુસ્તાન કોમ્પોઝિટ્સ લિ.(રૂ.૨૬૯.૬૫), (૭) ઈન્ડો નેશનલ(નિપ્પોન) (રૂ.૭૦૪.૬૦), (૮) આયોન એક્સચેન્જ લિમિટેડ(રૂ.૧૩૩૧.૮૫), (૯) ન્યુક્લિઅસ સોફટવેર લિમિટેડ(રૂ.૫૦૧.૩૦), (૧૦) રોટો પમ્પ્સ લિમિટેડ(રૂ.૧૪૦.૮૫), (૧૧) સહ્યાદ્રી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(રૂ.૨૯૪.૦૫), (૧૨) સનોફી ઈન્ડિયા લિ.(રૂ.૭૮૪૬), (૧૩) સવિતા ઓઈલ લિ.(રૂ.૯૭૪.૬૦), (૧૪) શ્રી રાયલસીમા હાઈ-સ્ટ્રેન્થ લિ.(રૂ.૨૩૨.૫૦), (૧૫) સ્વરાજ એન્જિન લિ.(રૂ.૧૩૦૮.૯૫), (૧૬) સ્વિલેક્ટ એનજીૅ સિસ્ટમ્સ લિ.(રૂ.૨૦૪.૦૫), (૧૭) વિશાકા ઈન્ડસ્ટ્રીઝ લિ.(રૂ.૪૭૧.૬૦)નો સમાવેશ છે.

મનોજ શાહ: રીસર્ચ એનાલિસ્ટ(SEBI REG. NO. INH000000107)

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલિસ્ટ છે: ડિસ્કલોઝર કમ(વાચકોએ ખાસ નોંધ લેવી) ચેતવણી: (૧)લેખક ઉપરોકત કંપનીઓના શેરોમાં કોઈ રોકાણ ધરાવતા નથી. (૨) રીચર્સ માટેના અમારા સ્રોત જેમ કે બ્રોકિંગ હાઉસ, પ્રમોટર વ્યુઝ, વ્યકિતગત રીસર્ચ એનાલિસ્ટ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ અથવા તેમની ટીમનું સીધું અથવા આડકતર ું હિત હોઈ શકે છે. (૩) રીચર્સના ભાવથી ૨૦ ટકા સ્ટોપ લોસ ખાસ કરીને જાળવવો, તે સલાહ અને ચેતવણી છે. (૪) વેલ્યુએશન H, BB, BBB, ટોપ ગેઈનર્સ આ બધી શકયતાઓ છે, તેથી લલચાઈને રોકાણ કરવું નહીં. (૫) સામાન્ય રીતે દર ૧૦ સ્ક્રીપમાંથી ૬ સ્ક્રીપ સાચી અને ચાર-૪ સ્ક્રીપ ખોટી પડે તે પ્રકારનું રીસર્ચ ઉત્તમ હોય છે. (૬) ફીડબેક ઈ-મેઈલ: [email protected]માં જે જવાબો આપવામાં આવે છે, તેને પણ ઉપરોકત બધા પોઈન્ટ-મુદ્દાઓ લાગુ પડે છે. (૭) વાચક વર્ગ, રોકાણકાર વર્ગે પોતાના વ્યક્તિગત નિર્ણય વ્યક્તિગત જોખમે લેવા. ગુજરાત સમાચારના લેખક, તંત્રી અને કોઈપણ વ્યકિત તમારી નુકશાની માટે જવાબદાર રહેશે નહીં. તેથી શેરબજારના રિસ્ક-જોખમને ઓળખીને રોકાણ કરવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here