સેન્સેક્સ 47,000ના રેકોર્ડ સ્તરે ખૂલ્યા બાદ 46960 પર બંધ, બજાજ ઓટો, ઈન્ફોસિસના શેર વધ્યા

0
0

ભારે વિદેશી રોકાણને પગલે સેન્સેક્સ રેકોર્ડ 47,026.02ના સ્તરે ખૂલ્યો હતો. સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારો વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 70.35 અંક વધીને 46960.69 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 19.85 અંક વધીને 13760.55 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર બજાજ ઓટો, ઈન્ફોસિસ, SBI, ટાઈટન કંપની, ICICI બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. બજાજ ઓટો 2.43 ટકા વધીને 3350.00 પર બંધ રહ્યો હતો. ઈન્ફોસિસ 2.36 ટકા વધીને 1186.50 પર બંધ રહ્યો હતો. જોકે ઈન્ડસઈન્ડ બેન્ક, ONGC, HDFC બેન્ક, મારૂતિ સુઝુકી, કોટક મહિન્દ્રા સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 3.09 ટકા ઘટીને 907.00 પર બંધ રહ્યો હતો. ONGC 2.07 ટકા ઘટીને 99.40 પર બંધ રહ્યો હતો.

બજારમાં વિદેશી રોકાણ…
શેરબજારમાં આ વર્ષે વિદેશી રોકાણકારોએ સારા પ્રમાણમાં ખરીદી કરી છે. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ(NSDL)ના ડેટાના જણાવ્યા મુજબ, અત્યારસુધીમાં આ આંકડો 1.54 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો છે. આ પહેલાં 2012માં 1.3 લાખ કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ થયું હતું.

ખાસ વાત એ છે કે માત્ર ભારતીય બજારોમાં ઓગસ્ટ પછી વિદેશી રોકાણની ગતિ ઝડપી થઈ ગઈ છે, જે હજી સુધી ચાલુ છે. આ વર્ષે નવેમ્બર મહિનામાં જ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ(FPI)એ લગભગ 60 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું. એનાથી ઓક્ટોબર મહિનામાં 22 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું. જ્યારે ડિસેમ્બર મહિનામાં અત્યારસુધીમાં FPI રોકાણનો આંકડો 50 હજાર કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો છે.

એશિયાઈ બજારોમાં ઘટાડો…
આજે એશિયાઈ બજારો હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 191 અંકના ઘટાડા સાથે 26,486 પર કારોબાર કરી રહ્યો છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 47 અંક ઘટી 26,759 પર કારોબાર કરી રહ્યો છે. આ સિવાય ચીનનો શંઘાઈ કંમ્પોઝિટ ઈન્ડેક્સ પણ 2 અંક ઘટી 3402 પર કારોબાર કરી રહ્યો છે.

અમેરિકાનાં બજારોમાં તેજી…
ગુરુવારે અમેરિકાનાં બજારો વધારા સાથે બંધ રહ્યાં હતાં. ડાઉ જોન્સ ઈન્ડેક્સ 0.49 ટકાની તેજીની સાથે 148 અંક વધી 30,303 પર બંધ થયો હતો. S&P 500 ઈન્ડેક્સ 21 અંક વધી 3722 પર બંધ થયો હતો. આ સિવાય નેસ્ડેક પણ 106 વધી 12674 પર બંધ થયો હતો.

યુરોપનાં બજારોમાં સુસ્તી…
ગઈકાલે યુરોપિયન માર્કેટમાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો. ફ્રાન્સનો CAC ઈન્ડેક્સ 1.78 અંક વધી 5549.46 પર બંધ થયો હતો. જર્મનીનો DAX ઈન્ડેક્સ 101 અંકના વધારા સાથે 13667 પર બંધ થયો હતો. બીજી તરફ, બ્રિટનનો FTSE ઈન્ડેક્સ 19.85 અંકના ઘટાડા સાથે 6551 પર બંધ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here