શેરબજાર : સેન્સેક્સમાં 1066 અંકનો કડાકો, નિફ્ટી 11,680 પર બંધ.

0
5
  • બજાજ ફાઇનાન્સ, ટેક મહિન્દ્રા, ICICI બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, કોટક મહિન્દ્રાના શેર ઘટ્યા
  • વીતેલાં 10 સેશનમાં સેન્સેક્સમાં 4000થી વધુ પોઇન્ટ વધ્યો હતો

 

 

નબળા ગ્લોબલ સંકેતોને પગલે ભારતીય શેરબજારોમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1066 અંક ઘટીને 39728 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 290 અંક ઘટીને 11680 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર બજાજ ફાઈનાન્સ, ટેક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, કોટક મહિન્દ્રા સહિતના શેર ઘટીને બંધ રહ્યા હતા. બજાજ ફાઈનાન્સ 4.92 ટકા ઘટાડા સાથે 3205.50 પર બંધ રહ્યો હતો. ટેક મહિન્દ્રા 4.10 ટકા ઘટાડા સાથે 814.10 પર બંધ રહ્યો હતો. જોકે એશિયન પેઈન્ટ્સનો શેર 0.32 ટકા વધીને 2078.00 પર બંધ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here