નબળા વૈશ્વિક સંકેતોને પગલે સપ્તાહના બીજા ટ્રેડિંગ સેશનમાં મંગળવારે સ્થાનિક શેરબજારમાં ખૂલતાની સાથે ઘટાડો જોવા મળ્યો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ101.75 પોઇન્ટ (0.21 ટકા) ઘટીને 49,167.57 પર ખુલ્યો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 26.80 પોઇન્ટ (0.19 ટકા) ઘટીને 14,458 ના સ્તર પર ખૂલ્યો. પાછલા ટ્રેડિંગ સેશનમાં બજાર નવી ટોચ પર પહોંચ્યું હતું.
629 શેરોમાં આવી તેજી આજે
669 શેરોમાં તેજી અને 663 શેરોમાં ઘટાડો આવ્યો. તો 58 શેરોમાં કોઇ ફેરફાર થયો નથી. કેન્દ્રીય બજેટ પહેલાં રોકાણને લઇ ચિંતિત છે કારણ કે મોટાભાગના નિષ્ણાતોના મતે કોરોનાના લીધે આ વખતનું બજેટ આશા પ્રમાણે લાગતું નથી તેના લીધે બજારમાં વોલેટાલિટી જોવા મળી રહી છે. આથી રોકાણકારો સાવધાની રાખી રહ્યા છે.
નવમી નવેમ્બરથી અત્યાર સુધીમાં એટલે કે બે મહિનામાં સેન્સેક્સ મજબૂત થયો છે. આ દરમ્યાન તેમાં 7000 અંકની તેજી આવી છે. ઓએનજીસી, બજાજ ફિનસર્વ અને એલએન્ડટીના શેરમાં 40 ટકાની તેજી આવી.