શેરબજાર : સેન્સેક્સ 114 અંક ઘટ્યો, નિફ્ટી 10500ની નીચે; રિલાયન્સ, હીરો મોટોકોર્પના શેરમાં તેજી

0
10
  • રિલાયન્સ, હીરો મોટોકોર્પ, પાવર ગ્રીડ કોર્પ, ભારતી એરટેલના શેર વધ્યા
  • ઈન્ફોસિસ, ટાટા સ્ટીલ, આઈટીસી, ટાટા મોટર્સ, કોટક મહિન્દ્રાના શેર ઘટ્યા 

મુંબઈઃ ભારતીય શેરબજારોમાં શરૂઆતમાં તેજી જોવા મળ્યા બાદ સવારે 10.26 કલાકે મંદી જોવા મળી રહી છે. સેન્સેક્સ 114 અંક ઘટીને 35520 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 50 અંક ઘટીને 10401 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર રિલાયન્સ, હીરો મોટોકોર્પ, પાવર ગ્રીડ કોર્પ, ભારતી એરટેલ અને આઈસીઆઈસીઆઈ બેન્ક સહિતના શેરોમાં તેજી જોવા મળી રહી છે. રિલાયન્સ 3.76 ટકા વધી 1,155.00 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે હીરો મોટોકોર્પ 2.65 ટકા વધી 2,009.10 પર કારોબાર કરી રહ્યો છે.

જ્યારે ઈન્ફોસિસ, ટાટા સ્ટીલ, આઈટીસી, ટાટા મોટર્સ, કોટક મહિન્દ્રા સહિતના શેરોમાં મંદી જોવા મળી રહી છે. ઈન્ફોસિસ 3.05 ટકા ઘટી 682.40 પર કારોબાર કરી રહ્યો છે. ટાટા સ્ટીલ 3.01 ટકા ઘટી 312.60 પર કારોબાર કરી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here