Monday, September 20, 2021
Homeસેન્સેક્સ 1174 અંક ઘટ્યો, નિફ્ટી 14,300ની નીચે; SBI, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર ઘટ્યા
Array

સેન્સેક્સ 1174 અંક ઘટ્યો, નિફ્ટી 14,300ની નીચે; SBI, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર ઘટ્યા

ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. બપોરે 12.27 કલાકે સેન્સેક્સ 1174 અંક ઘટી 47,657 પર કારોબાર કરી રહ્યો છે, જોકે નિફ્ટી 348 અંક ઘટી 14269 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર એક્સિસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, SBI, બજાજ ઓટો, ICICI બેન્ક સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક્સિસ બેન્ક 5.43 ટકા ઘટી 633.00 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ડસઈન્ડ બેન્ક 5.46 ટકા ઘટી 818.10 પર કારોબાર કરી રહ્યો છે. SBI 4.65 ટકા ઘટી 324.10 પર કારોબાર કરી રહ્યો છે. બજાજ ઓટો 4.31 ટકા ઘટી 3478.85 પર કારોબાર કરી રહ્યો છે. ICICI બેન્ક 4.20 ટકા ઘટી 542.80 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ડો.રેડ્ડી લેબ્સ, ઈન્ફોસિસ સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. ડો.રેડ્ડી લેબ્સ 1.09 ટકા વધી 4946.50 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ફોસિસ 0.67 ટકા વધી 1361.60 પર કારોબાર કરી રહ્યો છે.

એશિયાઈ શેરબજારોમાં વધારો

હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 301 પોઈન્ટ પર 29310 પર કારોબાર કરી રહ્યો છે.

ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ પણ 42 અંકના વધારા સાથે 3468 પર આવી ગયો છે.

કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 13 અંકના મામૂલી વધારા સાથે 3212 પર કારોબાર કરી રહ્યો છે.

ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડનરીઝ ઈન્ડેક્સ 15 પોઈન્ટ ઉપર 7341 પર પહોંચી ગયો છે.

જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 27 પોઈન્ટ ઉપર 29710 પર કારોબાર કરી રહ્યો છે.

અમેરિકાનાં બજાર વધારા સાથે બંધ

શુક્રવારે અમેરિકાનાં બજાર વધારા સાથે બંધ થયાં હતાં. ડાઉ જોન્સ 0.48 ટકાના વધારા સાથે 164.68 અંક ઉપર 34200.70 પર બંધ થયો હતો. નેસ્ડેક 0.10 ટકાના વધારા સાથે 13.58 અંક ઉપર 14052.30 પર બંધ થયો હતો. S&P ઈન્ડેક્સ પણ 15.05 પોઈન્ટ ઉપર 4185.47 પર બંધ થયું. આ રીતે ફ્રાન્સ અને જર્મનીનું બજાર પણ વધારા સાથે બંધ થયું હતું.

FII અને DII ડેટા

NSE પર હાલના પ્રોવિઝનલ ડેટા મુજબ, 16 એપ્રિલે વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 473.51 કરોડ રૂપિયા અને ઘરેલુ સંસ્થાગત રોકાણકારોએ 657.55 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. શુક્રવારે સેન્સેક્સ 28 અંક વધી 48,832 પર બંધ થયો હતો. આ રીતે નિફ્ટી પણ 36 અંક વધી 14,617 પર બંધ થયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments