શેર બજાર : સેન્સેક્સ 172 અંકોનો ઘટાડો, નિફ્ટી 11700ની નીચે બંધ.

0
9

ગ્લોબલ માર્કેટમાં નિરાશાના સંકેત વચ્ચે ભારતીય શેર બજારમાં પણ ભારે વેચાવલીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે કારોબારના અંતમાં શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. BSEનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સમાં 172.61 (0.43%) ના ઘટાડા સાથે 39,749.85ના સ્તરે બંધ થયો હતો. તો NSEનો નિફ્ટી 58.80 (0.50%) અંકોના ઘટાડા સાથે 11,670.80ના સ્તરે બંધ થયો હતો. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સેન્સેક્સ 599ના ભારે કડાકા બાદ બંધ થયો હતો. તો આજે સવારે પણ 298 અંકોના ઘટાડા સાથે સેન્સેક્સ ખુલ્યો હતો.

કોરોના વાયરસ મહામારીના કેસોમાં સતત વધારો થતાં નવા પ્રતિબંધો લાગુ થવાની આશંકામાં અમેરિકાનું શેરબજાર બુધવારે 3.5 ટકા સુધી તૂટ્યું હતું. બુધવારે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રિયલ એવરેજ 943 અંકોનો ઘટાડો રહ્યો.તો એસએન્ડપી 500માં 3.5 ટકાનો ઘટાડો રહ્યો હતો. આમ અમેરિકાના શેરબજારની અસર ભારતીય બજારમાં પડી હતી.

મજબૂત ડોલરને કારણે ગુરુવારે રૂપિયો પણ તૂટ્યો હતો. રૂપિયો અંતરબેન્કિંગ મુદ્રા બજારમાં 23 પૈસા તૂટીને 74.10 પ્રતિ ડોલર પર બંધ રહ્યો હતો. દિગ્ગજ શેરોની વાત કરીએ તો. આજે એશિયલ પેઈન્ટ્સ, ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર ગ્રીન સિગન્લ પર બંધ થયા હતા. તો એલ એન્ડ ટી, ટાઈટન, અડાણી પોર્ટના શેર રેડ સિગ્નલ પર બંધ થયા હતા. સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએ તો આઈટીના તમામ સેક્ટર્સ રેડ સિગ્નલ પર બંધ થયા હતા. તેમાં રિયલ્ટી, પીએસયુ બેંક, પ્રાઈવેટ બેંક, ફાર્મા, મીડિયા, FMCG, ઓટો, ફાયનાન્સ સર્વિસ અને મેટલ સામેલ છે.

આજે શેર બજારમાં સપ્તાહના ચોથા કારોબારના દિવસે એટલે કે શુક્રવારે સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 298.36 પોઇન્ટ (0.75 ટકા) ઘટીને 39624.10 ના સ્તર પર ખુલ્યો. તો નેશનલ સ્ટોક એક્સચેંજ નિફ્ટી 96.30 પોઇન્ટ (0.81 ટકા) ના ઘટાડા સાથે 11633.30 પર ખુલ્યો. વિશ્લેષકોના મતે વધુ બજારમાં અસ્થિરતા ચાલુ રહેશે. આથી રોકાણકારોએ સાવધ રહેવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here