શેરબજાર : સેન્સેક્સ 230 અંક ઘટ્યો, નિફ્ટીએ 11400ની સપાટી વટાવી; કોટક મહિન્દ્રા, HDFC બેન્કના શેર વધ્યા

0
0
  • કોટક મહિન્દ્રા, HDFC બેન્ક, એશિયન પેઈન્ટ્સના શેર વધ્યા
  • એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, પાવર ગ્રીડ કોર્પ, ઈન્ફોસિસના શેર ઘટ્યા

ભારતીય શેરબજારોમાં સપ્તાહના પ્રથમ દિવસે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 230 અંક વધી 38664 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 70 અંક વધી 11442 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર કોટક મહિન્દ્રા, HDFC બેન્ક, HDFC, એશિયન પેઈન્ટ્સ, SBI સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. કોટક મહિન્દ્રા 2.38 ટકા વધી 1371.40 પર કારોબાર કરી રહ્યો છે. HDFC બેન્ક 1.87 ટકા વધી 1106.00 પર કારોબાર કરી રહ્યો છે. જોકે એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, પાવર ગ્રીડ કોર્પ, ટીસીએસ, ઈન્ફોસિસ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એચસીએલ ટેક 1.42 ટકા ઘટી 696.35 પર કારોબાર કરી રહ્યો છે. ટેક મહિન્દ્રા 1.43 ટકા ઘટી 722.00 પર કારોબાર કરી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here