શેરબજાર : સેન્સેક્સ 261 અંક ઘટ્યો, નિફ્ટી 9205 પર બંધ, SBI, બજાજ ફાઈનાન્સના શેર ઘટ્યા

0
5
  • એસબીઆઈ, બજાજ ફાઈનાન્સ, બ્રિટાનિયા, ટાટા મોટર્સના શેર ઘટ્યા
  • એમએન્ડએમ, પાવર ગ્રીડ કોર્પ, ઓએનજીસી, રિલાયન્સના શેર વધ્યા

મુંબઈ. ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 261 અંક ઘટીને 31453 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 87 અંક ઘટીને 9205 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર એસબીઆઈ, બજાજ ફાઈનાન્સ, બ્રિટાનિયા, ટાટા મોટર્સ અને એશિયન પેઈન્ટ્સના શેર ઘટીને બંધ રહ્યાં હતા. એસબીઆઈ 4.72 ટકા ઘટીને 170.40 પર બંધ રહ્યો હતો. બજાજ ફાઈનાન્સ 3.72 અંક ઘટીને 2002.35 પર બંધ રહ્યો હતો. જોકે એમએન્ડએમ, પાવર ગ્રીડ કોર્પ, ઓએનજીસી, રિલાયન્સ અને ઝી એન્ટરટેન્ટમેન્ટના શેર વધીને બંધ રહ્યાં હતા. એમએન્ડએમ 3.11 ટકા વધીને 368.15 પર બંધ રહ્યો હતો. પાવર ગ્રીડ કોર્પ 2.89 ટકા વધીને 163.65 પર બંધ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here