મામૂલી ઘટાડા પર બંધ થયું શેરબજાર : 37 પોઈન્ટ ગગડ્યો સેન્સેક્સ, નિફ્ટી 13100 ની પાર

0
4

આજે સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસ એટલે કે બુધવારે શેરબજાર થોડુ ઘટાડા સાથે બંધ થયું. બોમ્બે સ્ટોક એક્સચેંજ (BSE) નો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ 0.08 ટકા (37.40 પોઇન્ટ) ઘટીને 44618.04 ની સપાટીએ બંધ રહ્યો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE) નો નિફ્ટી 0.03 ટકા (3.60 પોઇન્ટ) ઘટીને 13105.45 ના સ્તરે બંધ રહ્યો હતો.

દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે ગેઇલ, ઓએનજીસી, એશિયન પેઇન્ટ્સ, કોલ ઈન્ડિયા અને ટાઇટનના શેર લીલા નિશાન પર બંધ થયા છે. કોટક બેંક, એચડીએફસી બેંક, એચડીએફસી, શ્રી સિમેન્ટ અને આઈસીઆઈસીઆઈ બેંકના શેર લાલ નિશાન પર બંધ થયા છે.

જો આપણે સેક્ટોરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો આજે, બેંકો, પીએસયુ બેંકો, ખાનગી બેન્કો અને ફાઇનાન્સ સેવાઓ સિવાય તમામ સેક્ટર લીલા નિશાન પર બંધ થયા છે. જેમાં એફએમસીજી, ફાર્મા, મીડિયા, રિયલ્ટી, ઓટો, આઇટી અને મેટલ શામેલ છે.