- Advertisement -
- એશિયન પેઈન્ટ્સ, આઈટીસી, હીરો મોટોકોર્પ, નેસ્લેના શેર વધ્યા
- ઈન્ડસઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, પાવર ગ્રીડના શેર ઘટ્યા
મુંબઈ. ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 561 અંક ઘટીને 34868 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 165 અંક ઘટીને 10305 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર એશિયન પેઈન્ટ્સ, આઈટીસી, હીરો મોટોકોર્પ, નેસ્લે અને ટેક મહિન્દ્રા સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. એશિયન પેઈન્ટ્સ 3.82 ટકા વધીને 1,748.00 પર બંધ રહ્યો હતો. આઈટીસી 3.17 ટકા વધીને 191.80 પર બંધ રહ્યો હતો. જોકે ઈન્ડસઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, પાવર ગ્રીડ, એક્સિસ બેન્ક, એસબીઆઈ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 7.43 ટકા ઘટીને 481.95 પર બંધ થયો હતો. આઈસીઆઈસીઆઈ બેન્ક 7.35 ટકા ઘટીને 348.40 પર બંધ થયો હતો.