શેરબજાર : સેન્સેક્સ 65 અંક ઘટ્યો, નિફ્ટી 11450ની નીચે; ટાઈટન કંપની, મારૂતિ સુઝુકીના શેર વધ્યા

0
6
  • ટાઈટન કંપની, મારૂતિ સુઝુકી, ટીસીએસ, એસબીઆઈ, ટાટા સ્ટીલના શેર વધ્યા
  • ઈન્ડસઈન્ડ બેન્ક, એચસીએલ ટેક, એશિયન પેઈન્ટ્સ, નેસ્લે, બજાજ ફાઈનાન્સના શેર ઘટ્યા

ભારતીય શેરબજારોનું સપ્તાહના અંતિમ દિવસે ફ્લેટ ઓપનિંગ થયું છે. સેન્સેક્સ 65 અંક ઘટી 38774 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 10 અંક ઘટી 11438 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ટાઈટન કંપની, મારૂતિ સુઝુકી, ટીસીએસ, એસબીઆઈ, ટાટા સ્ટીલ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ટાઈટન કંપની 2.67 ટકા વધી 1186.15 પર કારોબાર કરી રહ્યો છે. મારૂતિ સુઝુકી 1.18 ટકા વધી 7316.35 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ઈન્ડસઈન્ડ બેન્ક, એચસીએલ ટેક, એશિયન પેઈન્ટ્સ, નેસ્લે, બજાજ ફાઈનાન્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 1.51 ટકા ઘટી 611.25 પર કારોબાર કરી રહ્યો છે. એચસીએલ ટેક 1.21 ટકા ઘટી 712.95 પર કારોબાર કરી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here