શેરબજાર : સેન્સેક્સ 811 અંક ઘટ્યો, નિફ્ટી 8967 પર બંધ;

0
13

મુંબઈઃ ભારતીય શેરબજારોમાં આજે સમગ્ર દિવસ દરમિયાન વધારો-ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 811 અંક ઘટી 30579 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 230 અંક ઘટી 8967 પર બંધ થયો હતો. સેન્સેક્સ પર ટાટા સ્ટીલ, સન ફાર્મા, મારૂતિ સુઝુકી, એચયુએલ અને આઈટીસી સહિતના શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. ટાટા સ્ટીલ 2.62 ટકા વધી 297.20 પર કારોબાર કરી રહ્યો છે. સન ફાર્મા 1.75 ટકા વધી 375.25 પર કારોબાર કરી રહ્યો છે. આ સિવાય એચડીએફસી, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક મહિન્દ્રા અને લાર્સન સહિતના શેરો ઘટીને કારોબાર કરી રહ્યાં છે. એચડીએફસી 3.73 ટકા ઘટીને 1,773.55 પર કારોબાર કરી રહ્યો છે. એચડીએફસી બેન્ક 3.61 ટકા ટકા ઘટી 963.00 પર કારોબાર કરી રહ્યો છે.

ટ્રમ્પના નિવેદનોથી બજારમાં ગભરાટ ફેલાઈ

કોરોનાવાઈરસનું સંક્રમણ વધ્યા બાદ આર્થિક ગતિવિધિઓને સુધારવા માટે ફેડરલ રિઝર્વ, લોમેકર્સ અને વ્હાઈટ હાઉસ દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાથી રોકાણકારોમાં ગભરાટ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અપીલથી બજાર પર વધુ નકારાત્મક અસર પડી છે. ટ્રમ્પે અમેરિકાના નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સામાજિક ગતિવિધિઓેને 15 દિવસ માટે રોકે અને 10થી વધુ લોકો એક સાથે એકત્રિત ન થાય. ટ્રમ્પે એ પણ કહ્યું કે અમેરિકા મંદી તરફ વધી રહ્યું છે. તે પછીના કારોબારમાં ડાઉ જોન્સ 2997.10 અંક કે 12.93 ટકા ઘટીને 20188.50 અંક પર પહોંચ્યું હતું. નેસ્ડેક કમ્પોઝિટમાં 12.32 ટકા અને એસએન્ડપીમાં 11.98 ટકા ઘટાડો આવ્યો છે. નેસ્ડેક 970 અંક ઘટીને 9,904.59 પર બંધ થયો હતો. આ રીતે એસએન્ડપી 324 અંક ઘટી 2,386.16 પર બંધ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here