શેરબજાર : સેન્સેક્સ 95 અંક ઘટ્યો, નિફ્ટી 10100ની નીચે; ટાઈટન કંપની, એચડીએફસીના શેર ઘટ્યા

0
8
  • ટેક મહિન્દ્રા, સન ફાર્મા, એચસીએલ ટેક, ટીસીએસના શેર વધ્યા
  • ટાઈટન કંપની, એચડીએફસી, કોટક મહિન્દ્રાના શેર ઘટ્યા

મુંબઈ. ભારતીય શેરબજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 96 અંક ઘટી 34013 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 31 અંક ઘટી 10030 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ટેક મહિન્દ્રા, સન ફાર્મા, એચસીએલ ટેક, ટીસીએસ અને પાવર ગ્રીડ કોર્પ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ટેક મહિન્દ્રા 2.66 ટકા વધી 567.60 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે સન ફાર્મા 1.64 ટકા વધી 483.85 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ટાઈટન કંપની, એચડીએફસી, કોટક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ અને ઓએનજીસી સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાઈટન કંપનીનો શેર 2.83 ટકા ઘટી 956.15 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે એચડીએફસીનો શેર 2.36 ટકા ઘટી 1,792.95 પર કારોબાર કરી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here