શેરબજાર : સેન્સેક્સ 173 અંક ઘટ્યો, નિફ્ટી 8748 પર બંધ; ટીસીએસ, ટાઈટન કંપનીના શેર ઘટ્યા

0
9

મુંબઈ. ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 173 અંક ઘટીને 29893 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 43 અંક ઘટીને 8748 પર બંધ થયો હતો. સેન્સેક્સ પર એચયુએલ, સન ફાર્મા, એચસીએલ ટેક, લાર્સન અને એશિયન પેઈન્ટ્સ સહિતના શેરોમાં તેજી જોવા મળી હતી. જોકે એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, રિલાયન્સ અને એસબીઆઈ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.

અમેરિકા અને ચીનના બજાર ઘટાડા સાથે બંધ

સોમવારે 7 ટકા વધારો જોવા મળ્યા બાદ મંગળવારે અમેરિકાના બજારો ઘટીને બંધ રહ્યાં હતા. ડાઉ જોન્સ 0.12 ટકા ઘટાડા સાથે 26.13 અંક ઘટીને 22,653.90 પર બંધ થયો હતો. જ્યારે અમેરિકાનું બીજુ બજાર નેસ્ડેક 0.33 ટકા ઘટાડા સાથે 25.98 અંક ઘટીને 7887.26 પર બંધ થયો હતો. બીજા તરફ એસએન્ડપી 0.16 ટકા ઘટાડા સાથે 4.27 અંક ઘટીને 2,659.41 પર બંધ થયો હતો. ચીનનો શંઘાઈ કમ્પોઝિટ પણ 0.30 ટકા ઘટાડા સાથે 8.54 અંક ઘટીને 2,812.22 પર બંધ થયો હતો.

અમેરિકામાં કોરોનાના પગલે 10 હજાર લોકોના મોત

અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધતી જઈ રહી છે, તેને લઈને રોકાણકારો ગભરાયા છે. અમેરિકામાં સંક્રમિતોની સંખ્યા ત્રણ લાખ 68 હજારને વટાવી ગઈ છે અને અત્યાર સુધીમાં 10 હજાર લોકોના મોત થયા છે. વ્હાઈટ હાઉસના અધિકારી ડેબોરાહ બીરક્સે ગત મંગળવારે કહ્યું હતું કે જો દેશમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવશે તો પણ કોરોનાથી મરનારાઓની સંખ્યા એક લાખથી બે લાખથી બે લાખ 40 હજાર થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here