શેરબજાર : સેન્સેક્સ 209 અંક ઘટ્યો, નિફ્ટી 10312 પર બંધ; એક્સિસ બેન્ક, ટેક મહિન્દ્રાના શેર ઘટ્યા

0
5
  • એક્સિસ બેન્ક, ટેક મહિન્દ્રા, એસબીઆઈ, લાર્સન, ઈન્ડસઈન્ડ બેન્કના શેર ઘટ્યા
  • એચડીએફસી બેન્ક, એચયુએલ, કોટક મહિન્દ્રા, ભારતી એરટેલ, આઈટીસીના શેર વધ્યા

મુંબઈ. ભારતીય શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસ ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 209 અંક ઘટીને 34961 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 70 અંક ઘટીને 10312 પર બંધ થયો હતો. સેન્સેક્સ પર એક્સિસ બેન્ક, ટેક મહિન્દ્રા, એસબીઆઈ, લાર્સન, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. એક્સિસ બેન્કનો શેર 4.78 ટકા ઘટીને 404.75 પર બંધ રહ્યો હતો. ટેક મહિન્દ્રા 3.47 ટકા ઘટીને 541.60 પર બંધ રહ્યો હતો. જોકે એચડીએફસી બેન્ક, એચયુએલ, કોટક મહિન્દ્રા, ભારતી એરટેલ, આઈટીસીના શેર વધ્યા હતા. એચડીએફસી બેન્કના શેર 1.97 ટકા વધીને 1076.40 પર બંધ રહ્યો હતો. એચયુએલ 1.30 ટકા વધીને 2182.55 પર બંધ રહ્યો હતો.