શેરબજાર : સેન્સેક્સ 26 અંક ઘટ્યો, નિફ્ટી 10288 પર બંધ; એશિયન પેઈન્ટ્સ, ઈન્ફોસિસના શેર ઘટ્યા

0
4
  • એશિયન પેઈન્ટ્સ, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, ઓએનજીસી શેર ઘટ્યા
  • આઈટીસી, કોટક મહિન્દ્રા, હીરો મોટોકોર્પ, બજાજ ફાઈનાન્સના શેર વધ્યા

મુંબઈ. ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 26 અંક ઘટીને 34842 પર બંધ રહ્યો હતો. જોકે નિફ્ટી 16 અંક ઘટીને 10288 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર આઈટીસી, કોટક મહિન્દ્રા, હીરો મોટોકોર્પ, બજાજ ફાઈનાન્સ, એચયુએલ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. આઈટીસી 5.45 ટકા વધીને 202.25 પર બંધ રહ્યો હતો. કોટક મહિન્દ્રા 2.75 ટકા વધીને 1382.45 પર બંધ રહ્યો હતો. જોકે એશિયન પેઈન્ટ્સ, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, ઓએનજીસી અને એમએન્ડએમ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. એશિયન પેઈન્ટ્સ 3.30 ટકા ઘટીને 1688.85 પર બંધ રહ્યો હતો. ઈન્ફોસિસ 2.04  ટકા ઘટીને 699.60 પર બંધ રહ્યો હતો.