શેરબજાર : સેન્સેક્સ 264 અંક ઘટ્યો, નિફ્ટી 14146 પર બંધ : ITC, રિલાયન્સના શેર ઘટ્યા.

0
6

ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 264 અંક ઘટીને 48174 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 53 અંક ઘટીને 14146 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર પાવર ગ્રીડ કોર્પ, ભારતી એરટેલ, ઓએનજીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, ICICI બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. પાવર ગ્રીડ કોર્પ 4.34 ટકા વધીને 196.15 પર બંધ રહ્યો હતો. પાવર ગ્રીડ કોર્પ 4.34 ટકા વધીને 196.15 પર બંધ રહ્યો હતો. ભારતી એરટેલ 2.28 ટકા વધીને 525.60 પર બંધ રહ્યો હતો. જોકે ITC, રિલાયન્સ, બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેન્ક, એચસીએલ ટેક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ITC 2.86 ટકા ઘટીને 205.45 પર બંધ રહ્યો હતો. રિલાયન્સ 2.64 ટકા ઘટીને 1914.15 પર બંધ રહ્યો હતો.

બજારમાં ઘટાડાના કારણો

  • બપોર પછ અમેરિકાના વાયદા બજારમા ભારે ઘટાડો નોંધાયો હતો. જેમાં શરૂઆતના કારોબારમાં નેસ્ડેક ફ્યૂચર 2 ટકા ઘટ્યો.
  • કેન્દ્રીય બજેટ પહેલા રોકાણકારો નર્વસ છે. કારણ કે મોટાભાગના માર્કેટ એનાલિસ્ટ માની રહ્યાં છે કે કોરોનાન પગલે આ વખતે બજેટ અપેક્ષા મુજબ નહિ હોય.
  • આજે એશિયાઈ બજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. તેમાં જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ ઘટાડા સાથે, ચીન અને હોંગકોંગના બજાર સપાટ બંધ થયા હતા.
  • રોકાણકારોએ બજારની અગ્રણી કંપનીઓ રિલાયન્સ, ટીસીએસ, એસબીઆઈ, હિન્દુસ્તાન યુનિલીવર, બજાજ ફાઈનાન્સ અને ઈન્ફોસિસના શેર વેચ્યા.

એશિયાઈ બજારો સપાટ બંધ

આજે એશિયાઈ બજારોમાં શરૂઆતના ઘટાડા પછી સામાન્ય રીકવરી નોંધાઈ. તેમાં હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 58 અંકના વધારા સાથે 27708 પર બંધ થયો છે. આ સિવાય ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ પણ 22 અંક વધી 3550 પર બંધ થયો છે. બીજી તરફ જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 109 અંક ઘટી 27049 પર બંધ થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here