શેરબજાર : સેન્સેક્સ 335 અંક ઘટ્યો, નિફ્ટી 11102 પર બંધ; BPCL, ઈન્ડસઈન્ડ બેન્કના શેર ઘટ્યા

0
3
  • બીપીસીએલ, ઈન્ડસઈન્ડ બેન્ક, આઈઓસી, એચડીએફસી, એક્સિસ બેન્કના શેર ઘટ્યા
  • ડોક્ટર રેડ્ડી લેબ્સ, સન ફાર્મા, વિપ્રો, મારૂતિ સુઝુકી, ઈન્ફોસિસના શેર વધ્યા

મુંબઈ. ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 335 અંક ઘટીને 37736 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 100 અંક ઘટીને 11102 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, એચડીએફસી, એક્સિસ બેન્ક, ભારતી એરટેલ, પાવર ગ્રીડ કોર્પ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 5.32 ટકા ઘટીને 521.50 પર બંધ રહ્યો હતો. એચડીએફસી 3.91 ટકા ઘટીને 1806.00 પર બંધ રહ્યો હતો. જોકે સન ફાર્મા, મારૂતિ સુઝુકી, ઈન્ફોસિસ, ટીસીએસ, રિલાયન્સ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. સન ફાર્મા 3.44 ટકા વધીને 509.95 પર બંધ રહ્યો હતો. મારૂતિ સુઝુકી 0.99 ટકા વધીને 6246.90 પર બંધ રહ્યો હતો.