શેરબજાર : સેન્સેક્સ 51 અંક ઘટ્યો, નિફ્ટી 11317 પર બંધ : ટાટા સ્ટીલ, ભારતી એરટેલના શેર ઘટ્યા

0
0
  • ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, એક્સિસ બેન્ક, ONGC, સન ફાર્માના શેર ઘટ્યા
  • HCL ટેક, ઈન્ફોસિસ, રિલાયન્સ, TCS, આઈસીઆઈસીઆઈ બેન્કના શેર વધ્યા

ભારતીય શેરબજારો આજે સપ્તાહના બીજા દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 51 અંક ઘટીને 38365 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 37 અંક ઘટીને 11317 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર HCL ટેક, ઈન્ફોસિસ, રિલાયન્સ, TCS, આઈસીઆઈસીઆઈ બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. HCL ટેક 2.26 ટકા વધીને 725.05 પર બંધ રહ્યો હતો. ઈન્ફોસિસ 1.67 ટકા વધીને 940.05 પર બંધ રહ્યો હતો. જોકે ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, એક્સિસ બેન્ક, ONGC, સન ફાર્મા સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટાટા સ્ટીલ 4.13 ટકા ઘટીને 404.95 પર બંધ રહ્યો હતો. ભારતી એરટેલ 3.36 ટકા ઘટીને 497.90 પર બંધ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here