શેરબજાર : સેન્સેક્સ 663 અંક ઘટ્યો, નિફ્ટી 11333 પર બંધ : એક્સિસ બેન્ક, ટાટા સ્ટીલના શેર ઘટ્યા

0
0

ભારતીય શેરબજારો સપ્તાહના અંતિમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 633 અંક ઘટીને 38357 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 193 અંક ઘટીને 11333 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર એક્સિસ બેન્ક, ટાટા સ્ટીલ, એસબીઆઈ, એનટીપીસી, ભારતી એરટેલ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. એક્સિસ બેન્ક 4.07 ટકા ઘટીને 455.25 પર બંધ રહ્યો હતો. ટાટા સ્ટીલ 3.78 ટકા ઘટીને 421.30 પર બંધ રહ્યો હતો. જોકે મારૂતિ સુઝુકી, ઝી એન્ટરટેન્ટમેન્ટના શેર વધીને બંધ રહ્યાં હતા. મારૂતિ સુઝુકી 1.66 ટકા વધીને 7,190.10 પર બંધ રહ્યો હતો. ઝી એન્ટરટેન્ટમેન્ટ 0.07 ટકા વધીને 220.40 પર બંધ રહ્યો હતો.

ગુરુવારે સેન્સેક્સ ઘટીને બંધ થયો હતો
આ પહેલા ગુરુવારે સેન્સેક્સ 95 અંક ઘટીને 38990.84 પર અને નિફ્ટી 8 અંક ઘટીને બંધ થયો હતો. ગઈકાલે સવારે સેન્સેક્સ 80 અંક વધી 39,165.80 પર અને નિફ્ટી 31 અંક વધી 11566.20 પર ખુલ્યો હતો. ગઈકાલે કેટલાક બેન્કિંગ સ્ટોક્સમાં ઘટાડો રહ્યો, જેમાં આઈસીઆઈસીઆઈ બેન્ક અને એક્સિસ બેન્કના શેર સામેલ હતા. નિફ્ટી પર ભારતી ઈન્ફ્રાટેલનો શેર 11 ટકા અને ગ્રાસિમનો શેર 7 ટકાથી વધુ વધારા સાથે બંધ થયો હતો.

વિશ્વના બજારોમાં વધારો જોવા મળ્યો
ગુરુવારે વિશ્વના બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકાનું બજાર ડાઉ જોન્સ 2.78 ટકા ઘટાડા સાથે 80.77 અંક વધી 28,292.70 પર બંધ થયું હતું. જ્યારે બીજું અમેરિકાન બજાર નેસ્ડેક 5.23 ટકા ઘટીને 649.18 અંક ઘટી 11,771.40 પર બંધ થયું હતું. બીજી તરફ એસએન્ડપી 3.51 ટકા ઘટાડા સાથે 125.78 અંક ઘટી 3,445.06 પર બંધ થયું હતું. બીજી તરફ ચીનનો શંઘાઈ કમ્પોઝિટ 1.38 ટકા ઘટાડા સાથે 46.84 અંક ઘટીને 3338.14 પર બંધ થયો હતો. ઈટાલી, જર્મની અને ફ્રાન્સનું બજાર પણ ઘટાડા સાથે બંધ થયું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here