શેર બજારમાં તેજી : સેન્સેક્સમાં 155 નો પોઈન્ટ વધારો, તો નિફ્ટી 13,550 ને પાર.

0
7

આજે સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં તેજી જોવા મળી છે. આજે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાન સાથે બંધ થયા હતા. શેર બજારની શરૂઆત રેકોર્ડ બ્રેક વધારાથી થઈ હતી. બિઝનેસમાં નિફ્ટી પહેલી વખત 13550ના સ્તરને વટાવી ગયો છે. જ્યારે સેન્સેક્સ પણ પહેલી વખત 46,350 ને પાર નિકળી ગયો હતો.

આજે મેટલ અને ફાર્મા શેરોમાં સારી ખરીદી જોવા મળી છે. જોકે ઓટો અને રિયલ્ટી શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં સેન્સેક્સમાં 154 પોઈન્ટનો વધારો નોંધાયો છે અને તે 46,253.46ના સ્તરે બંધ થયો છે. જ્યારે નિફ્ટી પણ 44 પોઈન્ટના વધારા સાથે 13,558ના સ્તરે બંધ થયો હતો. ONGC અને LT આજે ટોપ પર રહ્યા હતા. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઓટો આજે સૌથી નીચલા સ્તરે જોવા મળ્યા હતા. ડિસેમ્બરના અંત સુધીમાં યુએસમાં વધુ એક રાહત પેકેજનું એલાન થઈ શકે છે. તો આજે એશિયાઈ બજારોમાં ખુબ જ તેજી જોવા મળી રહી છે.

આજના બિઝનેસમાં સેન્સેક્સ 30ના 19 શેરોમાં તેજી જોવા મળી છે. ONGC, LT, ICICI BANK, NTPC, સનફાર્મા, એચસીએલ ટેક, ટાઈટન અને કોટક બેંકના શેરોમાં તેજી જોવા મળી છે. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ઓટો, બજાજ ફિનસર્વ, એચડીએફસી બેંક અને આરઆઈએલમાં ઘટાડો જોવા મળ્યો હતો.

આજના બિઝનેસમાં શેર બજારમાં સારી ખરીદી કરવામાં આવી છે. નિફ્ટીના પ્રમુખ 11માં 9 ઈન્ડેક્સમાં તેજી જોવા મળી રહી છે. મેટલ ઈંડેક્સ 1 ટકાથી વધારે મજબુત થયો છે. ફાર્મા ઈન્ડેક્સમાં અંદાજીત 0.76 ટકા તેજી જોવા મળી છે. ઓટો ઈન્ડેક્સમાં 1 ટકા ઘટાડો નોંધાયો છે. રિયલ્ટી ઈન્ડેક્સ પણ ઘટાડા સાથે બંધ થયો હતો. બેંક અને ફાઈનાન્સિયલ ઈન્ડેક્સમાં અંદાજીત 0.50 ટકાની તેજી જોવા મળી છે. આઈટી અને એપએમસીજી પણ લીલા નિશાન સાથે બંધ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here