માર્કેટ ખૂલતાંની સાથે જ સેન્સેક્સમાં 1100 અંકનો કડાકો, નિફ્ટી 14,900ની સપાટીએ

0
9

વિશ્વભરનાં શેરબજારોમાં ઘટાડાને કારણે ભારતીય શેરબજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. સવારે 9.21 કલાકે સેન્સેક્સ 794 અંક ઘટી 50,244 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 222 અંક ઘટી 14,871 પર કારોબાર કરી રહ્યો છે. શરૂઆતના કારોબારમાં ઈન્ડેક્સ 1100 અંક ઘટી દિવસના સૌથી નીચલા સ્તર 49,950.75એ પહોંચ્યો હતો. એને પગલે BSEની માર્કેટ કેપ લગભગ 3 લાખ કરોડ ઘટી છે.

સેન્સેક્સ પર એક્સિસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, ICICI બેન્ક, HDFC, કોટક મહિન્દ્રા સહિતના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. એક્સિસ બેન્ક 3.85 ટકા ઘટી 741.15 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે ઈન્ડસઈન્ડ બેન્ક 3.46 ટકા ઘટી 1071.35 પર કારોબાર કરી રહ્યો છે.

અમેરિકાનાં શેરબજારોમાં ભારે ઘટાડાથી વિશ્વભરનાં બજારો ઘટ્યાં

અમેરિકાનાં બજારોમાં ભારે વેચવાલીને કારણે શેરબજારોમાં ઘટાડો છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 737 અંક નીચે 29430 પર છે. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 771 અંક નીચે 29303 પર કારોબાર કરી રહ્યો છે. આ રીતે ચીનના શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ, કોરિયાના કોસ્પી અને ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સમાં 2-2 ટકાનો ઘટાડો છે.

બોન્ડ યીલ્ડ વધવાની અસર, શેરબજાર ઘટ્યું

અમેરિકામાં બોન્ડ યીલ્ડ વધવા અને ટેક્નોલોજી શેરમાં વેચવાલીને કારણે પ્રમુખ ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા. નેસ્ડેક ઈન્ડેક્સ 478 અંકના ઘટાડા સાથે 13,119 પર બંધ થયું હતું. આ રીતે ડાઉ જોન્સ 559 અંક અને S&P 500 ઈન્ડેક્સ 96 અંક નીચે બંધ થયા હતા.

ગઈકાલે ઘરેલું બજાર સતત ત્રીજા દિવસે વધારા સાથે બંધ થયાં હતાં

25 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 257 અંકના વધારા સાથે 51,039.31 પર અને નિફ્ટી પણ 115 અંક વધી 15097.35 પર બંધ થયો હતો. NSEના પ્રોવિઝનલ ડેટા મુજબ, વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ 188.08 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા, જ્યારે ઘરેલું સંસ્થાગત રોકાણકારો(DII)એ 746.57 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here