શેરબજાર : નબળા GDP આંકડાના પરિણામે સેન્સેક્સમાં 770 અંકનું ગાબડું, નિફ્ટી 11,000ની નીચે

0
0

મુંબઈઃ ભારતીય શેરબજારોમાં આજે શરૂઆતથી જ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. અંતે સેન્સેક્સ 770 અંક ઘટીને 36,692 પર બંધ થયો હતો. જયારે નિફ્ટી 225 અંક ઘટીને 10,797 પર બંધ થયો હતો. ઉલ્લેખનીય છે કે શુક્રવારે જાહેર થયેલા ઈકોનોમિક ગ્રોથ ડેટામાં સતત પાંચમાં કવાર્ટરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. જે છ વર્ષના સૌથી નીચલા સ્તર 5 ટકાએ પહોંચ્યા છે. કન્ઝ્યુમર માંગ અને પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટમાં ઘટાડાના કારણે આ આંકડાને અસર થઈ છે.

મેટલ, સિમેન્ટ, ઓઈલ-ગેસ, પાવર અને ફાર્મા સેકટર 2.5થી 3 ટકા ઘટ્યા

બેન્ક નિફ્ટી લગભગ 2.2 ટકા ઘટીને બંધ થયો છે. 1 સપ્તાહમાં બેન્ક નિફ્ટીનું પ્રદર્શન વિશ્વમાં સૌથી ખરાબ રહ્યું છે. સરકારી બેન્કોના મર્જરના સમાચારોથી નિફ્ટીનો પીએસયુ ઈન્ડેક્સ લગભગ 4.9% ઘટીને બંધ થયો છે. જયારે પ્રાઈવેટ બેન્ક ઈન્ડેક્સ 2.3 ટકા ઘટીને બંધ થયો છે. નાના-મધ્યમ શેરમાં પણ ભારે વેચાણ જોવા મળી રહ્યું છે. બીએસઈનો મિડ કેપ ઈન્ડેક્સ 1.65 ટકા અને સ્મોલ કેપ ઈન્ડેક્સ 1.32 ટકા ઘટીને બંધ થયો છે. ઓઈલ-ગેસના શેરમાં પણ ઘટોડો જોવા મળ્યો છે. બીએસઈનો ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 2.4 ટકા તૂટીને બંધ થયો છે. આજના કારોબારમાં મેટલ, સિમેન્ટ, ઓઈલ-ગેસ, પાવર અને ફાર્મા સેકટર 2.5થી 3 ટકા ઘટ્યા છે. જયારે રૂપિયો પણ 9 મહિનાના નીચલા સ્તેર પહોંચ્યો છે. તે 72ની સપાટી વટાવી ગયો છે.

મેન્યુફેક્ચરિંગ સેકટરનો ગ્રોથ ઓગસ્ટમાં ઘટીને 15 મહીનાના નીચલા સ્તરે

આ સિવાય મેન્યુફેક્ચરિંગ સેકટરનો ગ્રોથ ઓગસ્ટમાં ઘટીને 15 મહીનાના નીચલા સ્તરે પહોંચી ગયો છે. આઈએચએસ માર્કિટ ઈન્ડિયાનો મેન્યુફેકચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ(PMI) ઓગસ્ટમાં ઘટીને 51.4 પર આવી ગયો છે. જે મે 2018 બાદ સૌથી ઓછો છે. આ વર્ષે જુલાઈમાં 52.5 હતો. વેચાણ, ઉત્પાદન અને રોજગારમાં ઘટાડાને કારણે PMIમાં ઘટાડો આવ્યો છે.સેન્સેક્સના ટોપ ગેનર્સેસેન્સેક્સ પર યસ બેન્ક, એચસીએલ ટેક, ટીસીએસ, હીરોમાટોકોર્પ અને ઈન્ફોસિસ સહિતના શેરોમાં તેજી જોવા મળી રહી છે. યસ બેન્ક 2.35 ટકા વધીને 60.90 પર કારોબાર કરી રહ્યો છે. જયારે એચસીએલ ટેક 1.52 ટકા વધી 1,177 પર કારોબાર કરી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here