શેરબજાર : સેન્સેક્સ 1411 અંક વધીને બંધ, નિફ્ટીએ 8600ની સપાટી વટાવી; લાર્સન, બજાજ ફાઈનાન્સના શેર વધ્યા

0
12

મુંબઈઃ ભારતીય શેરબજારોમાં ગુરુવારે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 1410.99 અંક વધીને 29946.77 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 323.60 અંક વધી 8641.45 પર બંધ રહ્યો હતો. કારોબારના અંતે લાર્સન, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, કોટક મહિન્દ્રા સહિતના શેરો વધીને બંધ રહ્યાં હતા. જોકે મારૂતિ સુઝુકી, ટેક મહિન્દ્રા, સન ફાર્મા, ટાટા સ્ટીલ અને રિલાયન્સના શેર ઘટીને બંધ રહ્યાં હતા.

બુધવારે વિશ્વભરના બજારો વધ્યા

બુધવારે અમેરિકાના બજારની સાથે વિશ્વભરના બજારોમાં તેજી જોવા મળી હતી. ડાઉ જોસ જોન્સ 2.39 ટકાના વધારા સાથે 495.64 અંક વધી 21200.60 પર બંધ થયો હતો. જોકે અમેરિકાના બીજા બજારો નેસ્ડેક 0.45 અંક ઘટીને 33.56 અંક નીચે 7384.30 પર બંધ થયા હતા. બીજી તરફ એસએન્ડપી 1.15 ટકા વધારા સાથે 28.23 અંક વધીને 2475.56 પર બંધ થયો હતો. ફ્રાન્સનો CAC 40 ટકા વધારા સાથે 4,432.30 અંક પર બંધ થયો હતો.

બેન્કિંગ સેકટરના શેરોમાં 14.99 ટકાનો વધારો

આજે બેન્કિંગ સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે. બુધવારે વધારા સાથે બંધ થનાર બેન્કિંગ સેકટરમાં 14.99 ટકા સુધી વધારો જોવા મળ્યો. ઈન્ડસઈન્ડ બેન્કના શેરમાં 14.99 ટકા વધારો જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here