Sunday, November 28, 2021
Homeનફાવસુલીના કારણે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ-નિફ્ટી રેડ ઝોનમાં થયા બંધ
Array

નફાવસુલીના કારણે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ-નિફ્ટી રેડ ઝોનમાં થયા બંધ

શેરબજારમાં ગુરૂવારે આવેલી તેજી પર શુક્રવારે નફાવસુલી ભારે પડી હતી. અઠવાડિયાના અંતિમ કારોબારી દિવસે શેરબજાર નુકસાન સાથે બંધ થયુ છે. બીએસઈના 30 શેરો વાળા સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ શુક્રવારે 143.36 પોઇન્ટ ઘટીને 36,594.33 પર બંધ થયું છે. નેશનલ સ્ટોક એક્સચેંજનો સંવેદનશીલ ઇન્ડેક્સ નિફ્ટી પણ 45.40 પોઇન્ટ ગગડીને 10,768.05 પર રહ્યો. ગુરુવારે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

સપ્તાહના અંતિમ દિવસે બજાર લાલ નિશાનમાં આવીને બંધ થયું હતું. જ્યારે નિફ્ટી 10750 ની નજીક બંધ રહ્યું હતુ, ત્યારે બેન્ક નિફ્ટીમાં પણ 450થી વધુ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.એચડીએફસી ટ્વિન્સ, આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેન્કે સૌથી વધુ દબાણ બનાવ્યું હતું.

કારોબારના અંતે, નિફ્ટી 45.40 પોઇન્ટ એટલે કે 0.42 ટકા તૂટીને 10,768.05ના સ્તર પર બંધ થયા છે. તે જ સમયે, સેન્સેક્સ 143.36 પોઇન્ટ એટલે કે 0.39 ટકા તૂટીને 36,594.33ની સપાટીએ બંધ રહ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments