શેર બજારમા તેજી, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો, ડૉલરની સરખામણીએ રૂપિયામાં પણ તેજી

0
16

અઠવાડિયાના ત્રીજા દિવસે એટલે કે બુધવારે શેર માર્કેટ વધારા સાથે ખુલ્યુ. બોમ્બે સ્ટોક એક્સચેંજનો પ્રમુખ ઇન્ડેસક્સ સેન્સેક્સ 213.72 અંક એટલે કે 0.52 ટકાના વધારા સાથે 41,180.58ના સ્તર પર ખુલ્યો. ત્યાં જ નેશનલ સ્ટોક એક્સચેંજની નિફ્ટી 66.05 ટકાના ઉછાળા સાથે 12,121.85ના સ્તર પર ખુલી.

દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ગેલ, એએસડબલ્યૂ સ્ટીલ, વેદાંતા લિમિટેડ, ઝી લિમિટેડ, ઇંફોસિસ, ભારતી એરટેલ, કોલ ઇન્ડિયા અને આઇસીઆઇસીઆઇ બેંકના શેર લીલા નિશાનમાં ખુલ્યા. ત્યાં જ ટીસીએસ અને ડોક્ટર રેડ્ડીના શેર લાલ નિશાનમાં ખુલ્યા.

પ્રી-ઓપન દરમિયાન સવારે 9:10 વાગ્યે શેર માર્કેટ લીલા નિશાન પર હતું. સેન્સેક્સ 164.71 અંક એટલે કે 0.40 ટકાના વધારા સાથે 41,131.57ના સ્તર પર હતો. ત્યાં જ નિફ્ટી 59.10 અંક એટલે કે 0.49ની વધારા સાથે 12,114.90 ના સ્તરે ખુલી.

ડોલર કરતા આજે રૂપિયા 10 પૈસાના ઉછાળા સાથે 71.23ના સ્તરે ખુલ્યો. ગત કારોબારી દિવસે ડોલર કરતા રૂપિયા 71.33ના સ્તરે બંધ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here