શેર બજારમાં કડાકો : સેંસેક્સ-નિફ્ટીમાં જોવા મળ્યો મોટો ઘટાડો.

0
0

કોરોનાની બીજી લહેરને લઇને ચિંતાથી શેર બજારમાં સોમવારે હાહાકાર જોવા મળ્યો. બપોરે 12 વાગ્યા પછી ઘટાડાની ચાલ એવી જોવા મળી કે સેંસેક્સ 2037 પોઇન્ટ ઘટીને 44,923.08ના નીચલા સ્તર પર પહોંચી ગયેલો જોવા મળ્યો હતો. અંતમાં સેંસેક્સ 1406 પોઇન્ટ તૂટીને 45,553.96 પર બંધ થયો. આ જ રીતે નિફ્ટી 432.15 પોઇન્ટ તુટીને 13,328.40 પર બંધ થયો.

નેગેટિવ આંતરરાષ્ટ્રીય સંકેતોના કારણે કારોબારીના પહેલા દિવસે આજે શેર બજારની શરુઆત રેડ ઝોનમાં થઇ હતી. બોમ્બે સ્ટોક એક્સચેંજ 28 પોઇન્ટના ઘટાડા સાથે 46,932 પર ખુલ્યો હતો. આ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજની નિફ્ટી 19 પોઇન્ટના ઘટાડા સાથે 13,741 પર ખુલ્યો.

જો શરુઆત બાદ સેંસેકમાં ઘટાડો જોવા મળતા 267 પોઇન્ટ તુટીને 46,693.95 સુધી પહોંચી ગયો. આ જ રીતે નિફ્ટી પર કારોબાર દરમિયાન 86 પોઇન્ટ ઘટીને 13,674 સુધી જોવા મળી હતી. જો કે સવારે 10 વાગ્યા બાદ તેમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો.

બધા સેકટર રેડ ઝોનમાં

બધા સેકટરનો ઇન્ડેક્સ રેડ ઝોનમાં જોવા મળ્યો. સેંસેક્સના બધા 30 શેર રેડ ઝોનમાં જોવા મળ્યા. નિફ્ટી પીએસયુ ઇંડેક્સમાં 7 ટકાનો ઘટાડો સામે આવ્યો. મેટલ, ઇન્ફ્રા, બેંક, એનર્જી, Auto સેકટરમાં 4 થી 6 ટકા ઘટાડો જોવા મળ્યો.

આ જ પ્રકારે નિફ્ટીના બધા 50 શેર રેડ ઝોનમાં જોવા મળ્યા. ઘટાડાનું નેતૃત્વ ઓએનજીસી, ટાટા મોટર્સ, ગેલ, હિંડાલ્કો અને IOCએ કર્યું. અંદાજે 580 શેરમાં તેજી તેમજ 2381 શેરમાં ઘટાડો જોવા મળ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here