સેન્સેક્સ-નિફ્ટીએ બનાવ્યો ઊંચાઈનો નવો રેકોર્ડ, ભારતીય શેરમાર્કેટમાં તેજીનો માહોલ

0
4

આજે અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે શેરબજારમાં તેજીનો સિલસિલો યથાવત રહ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ  0.77 ટકાના વધારા સાથે 347.42 પોઈન્ટ ઉપર 45426.97ના સ્તરે બંધ થયો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 0.73 ટકા એટલે કે 97.20 અંકોના વધારા સાથે 13355.75ના સ્તરે બંધ થયો હતો. કારોબાર દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીએ પોતાનો અત્યાર સુધીનો નવો રેકોર્ડ બનાવ્યો છે.

ગત અઠવાડિયે સેન્સેક્સ 929.83 અંક એટલે કે 2.10 ટકા સુધી વધ્યો છે. તો નિફ્ટીમાં 289.60 અંક એટલે કે 2.23નો ઉછાળો આવ્યો છે. શેરબજારે 2020માં થયેલ પોતાનું તમામ નુકસાન કવર કરી દીધું છે. તે 1 જાન્યુઆરી 41,306.02 પર બંધ થયો હતો. જો કે, નિષ્ણાતોનું માનવું છે કે આગળ બજારમાં ઉતાર-ચઢાવ ચાલુ રહેશે. એટલા માટે રોકાણકારોને સાવધાની રાખવી જોઈએ.

દિગ્ગજ શેરોની વાત કરીએ તો, આજે અદાણી પોર્ટ્સ, UPL, હિન્દુસ્તાન યુનિલિવરર, ભારતી એરટેલ અને ONGCના શેર ગ્રીન સિગ્નલ સાથે બંધ થયો હતો. તો SBI લાઈફ, નેસ્લે ઈન્ડિયા, કોટક બેંક, JSW સ્ટીલ અને ટાટા સ્ટીલના શેર રેડ સિગ્નલ પર બંધ થયા હતા. સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં IT, બેંક, પ્રાઈવેટ બેંક, ફાયનાન્સ સર્વિસ, PSU બેંક, FMCG, ફાર્મા, મીડિયા, ઓટો અને મેટલના શેર ગ્રીન સિગ્નલ પર બંધ થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here