સેન્સેક્સમાં 1274 અંકનો કડાકો, રિલાયન્સનો શેર 4% તૂટ્યો; રોકાણકારોને એક દિવસમાં 5 લાખ કરોડનું નુકસાન

0
0

ભારતીય શેરબજારમાં હાલ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ સેન્સેક્સ 1273 અંક ઘટી 45686 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 403 અંક ઘટી 13356 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર ONGC, ઈન્ડસઈન્ડ બેન્ક, M&M, NTPC, SBI સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ONGC 7.93 ટકા ઘટી 91.10 પર કારોબાર કરી રહ્ય છે. ઈન્ડસઈન્ડ બેન્ક 6.81 ટકા ઘટી 843.40 પર કારોબાર કરી રહ્યો છે. M&M 6.45 ટકા ઘટી 684.80 પર કારોબાર કરી રહ્યો છે. NTPC 5.69 ટકા ઘટી 97.80 પર કારોબાર કરી રહ્યો છે. ટાટા સ્ટીલ 4.90 ટકા ઘટી 600.45 પર કારોબાર કરી રહ્યો છે.

એશિયાઈ બજારોમાં ઘટાડો
આજે એશિયાઈ બજારો હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 140 અંકના ઘટાડા સાથે 26358 પર કારોબાર કરી રહ્યો છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 48 અંક ઘટી 26714 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 25 અંકની તેજીની સાથે 3420 પર બંધ થયો છે.

અમેરિકાના બજારોમાં ઘટાડો
શુક્રવારે અમેરિકાના બજારોમાં તમામ ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ ઈન્ડેક્સ 0.41 ટકાના ઘટાડા સાથે 124 અંક ઘટી 30179 પર બંધ થયો હતો. S&P 500 ઈન્ડેક્સ 13 અંક ઘટી 3709 પર બંધ થયો હતો. આ સિવાય નેસ્ડેક ઈન્ડેક્સ ફલેટ 9 અંક ઘટી 12755 પર બંધ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here