શેરબજાર : ભારે વેચવાલી પાછળ સેન્સેક્સમાં 1114 પોઇન્ટનો કડાકો, ચાલુ સપ્તાહે બજાર 2293 પોઇન્ટ તૂટ્યું

0
8

કોરોનાને કારણે અર્થતંત્રમાં અપેક્ષા કરતાં ધીમી રિકવરીને પગલે ગ્લોબલ બજારોમાં મંદીની અસર પાછળ આજે ભારતીય શેરબજારોમાં પણ કડાકો બોલી ગયો હતો. BSE સેન્સેક્સ ગુરુવારે 1114.82 પોઈન્ટ ઘટીને 36,553.60 પર બંધ થયો હતો. એવી જ રીતે નિફ્ટી 326.30 પોઈન્ટ તૂટી 10,805.55 પર બંધ થઈ હતી. બજારમાં આજે ખાસ કરીને ઓટો શેર્સમાં ભારે ધોવાણ થયું હતું. આ સિવાય IT સેક્ટર્સમાં પણ સેલિંગ પ્રેશર થયું હતું.

ચાલુ સપ્તાહે સતત ઘટાડાની ચાલ
ભારતીય શેરબજારમાં ચાલુ સપ્તાહથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારથી લઈને આજે ગુરુવાર સુધીમાં સેન્સેક્સમાં 2293.11 પોઈન્ટનો ઘટાડો થયો હતો. તેવી જ રીતે નિફ્ટીમાં 445 પોઈન્ટની નરમાઈ જોવા મળી છે. માર્કેટ એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે ચાલુ સપ્તાહે દેશ અને વિદેશનાં અગત્યનાં અર્થતંત્રને લગતા અગત્યના ડેટા જાહેર થયા હતા, જે મોટા ભાગે નકારાત્મક રહેતાં શેર માર્કેટમાં મંદી જણાઈ રહી છે.

ઘટાડાનાં મુખ્ય કારણો
માર્કેટ વિશ્લેષકોના મતે કોરોનાની રસીમાં થઈ રહેલા વિલંબ અને વૈશ્વિક અર્થતંત્રમાં રિકવરી નબળી હોવાથી સ્ટોકમાં વેચવાલી વધુ રહે છે. આ સાથે જ સપ્ટેમ્બર મહિના માટે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) માટે આજે છેલ્લો દિવસ હોવાથી સેટલમેન્ટમાં વેચવાલી વધુ રહી હતી, જેને કારણે ગુરુવારે સ્ટોક માર્કેટમાં કડાકો બોલી ગયો હતો.

મોટી કંપનીઓના શેરમાં ઘટાડો
આજે ગુરુવારે જાણીતી કંપનીઓના શેરમાં ભારે વેચવાલી રહેતાં તેના ભાવમાં નીચે મુજબનો ઘટાડો જોવા મળ્યો હતોઃ

  • રિલાયન્સ: -2.17%
  • અશોક લેલેન્ડ: -7.74%
  • ટાટા મોટર્સ: -6.51%
  • મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા: -6.37%
  • મારુતિ: -3.19%
  • સન ફાર્મા: -3.45%
  • ઇન્ડસઇન્ડ બેંક: -7.10%
  • TCS: -5.50%
  • HDFC બેંક: -1.68%

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here