શેરબજાર : સેન્સેક્સ આજે ફરી રહ્યો ઉપર, RILના શેરમાં આવ્યો 2 ટકા જેટલો ઘટાડો

0
8

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ પોતાની રિટેલ કંપની રિલાયન્સ રિટેલ વેંચર્સ લિમિટેડમાં કેટલાક રોકાણકારોને 10 ટકા ભાગીદારી વેચીને 47,265 કરોડ રૂપિયા મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. આ ન્યૂઝ બાદ શુક્રવારે ભારતીય શેરબજારમાં રિલાયન્સના શેરભાવ 1 ટકાથી વધારે ગગડ્યા હતા. કંપનીના શેરભાવ 2000 રૂપિયાથી નીચે આવ્યો છે.

  • શેરબજારમાં ફરી એક વાર આવ્યો ઉછાળો
  • શેરબજારમાં રિલાયન્સના શેરભાવ 1 ટકાથી વધારે ગગડ્યા
  • રિલાયન્સ રિટેલ વેંચર્સ લિમિટેડે રોકાણકારોને 10 ટકા ભાગીદારી વેચી

ભારતીય શેરબજારે એક વાર ફરી વેગ પકડ્યો છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં વદારો થયો છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 150 અંત મજબૂત થઈને 43800 અંકના સ્તરે પહોંચ્યો છે. નિફ્ટીએ પણ 40 અંકની મજબૂતી સાથે 12800 અંકને પાર કર્યો છે. આ સમયે ટાઈટન, ટાટા સ્ટીલ, એનટીપીસી, એચસીએલ અને ટેક મહિન્દ્રાના શેરમાં મજબૂતી આવી છે.

દિગ્ગજ શેરોની આવી રહી સ્થિતિ

ભારતી ઇન્ફ્રાટેલ, ઈન્ડસ ટાવરને વિલયની પ્રક્રિયા પૂરી કરી છે. ભારતી એરટેલની વાત કરીએ તો તેના શેરમાં થોડો વધારો થયો છે. વિલયના આધારે વોડાફોન આઈડિયાને ઈંડસ ટાવરમાં 11.15 ટકા ભાગીદારીની અવેજીમાં 3,760.1 કરોડ રૂપિયા રોકડ મળ્યા છે. વિલય બાદ અસ્તિત્વમાં આવેલા વોડાફોન સમૂહની ભાગીદારી 28.12 ટકા હશે જ્યારે એરટેલ સમૂહની ભાગીદારી 36.7 ટકા હશે.

ગુરુવારે ભાવ વધારા પર લાગી બ્રેક

છેલ્લા કેટલાક દિવસોના વધારા બાદ ગુરુવારે શેરબજારના વદારા પર બ્રેક લાગી છે. સેન્સેક્સ ઉતાર – ચઢાવ સાથે કારોબારમાં થોડા સમય માટે 44230 અંતી સાથે નીચે આવ્યો છે. અંતમાં સેન્સેક્સ 580 અંક એટલે કે 1.31 ટકાના નુકસાન સાથે 43600 અંક પર બંધ થયો હતો. આ સાથે નિફ્ટી પણ 166.55 અંક એટલે કે 1.29 ટકાના નુકસાન સાથે 12771 અંક પર આવ્યો છે. નિફ્ટી 12963 અંકના ઉચા સ્તરે આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here