Tuesday, October 26, 2021
Homeશેરબજાર : સેન્સેક્સમાં 124 અંકોનો ઉછાળો, નિફ્ટી 11480ના સ્તરે
Array

શેરબજાર : સેન્સેક્સમાં 124 અંકોનો ઉછાળો, નિફ્ટી 11480ના સ્તરે

આજે અઠવાડિયાના બીજા કારોબારી દિવસે શેરબજારની શરૂઆત વધારા સાથે થઈ હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 124.61 અંક એટલે કે 0.32 અંક ઉપર 38881.24ના સ્તરે ખુલ્યો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 0.37 ટકા એટલે કે 42.45 અંકોના વધારા સાથે 11482.50ના સ્તરે ખુલ્યો હતો.

દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે ગ્રાસિમ, ICICI બેંક, UPL, ડોક્ટર રેડ્ડી અને કોટક બેંકના શેર ગ્રીન સિગ્નલ સાથે ખુલ્યા હતા. તો ટાટા મોટર્સ, બજાજ ઓટો, ઝી લિમિટેડ, ઈન્ડસઈન્ડ બેંક અને શ્રી સિમેન્ટના શેર રેડ સિગન્લ સાથે ખુલ્યા હતા.

સેક્ટોરિયલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો, આજે આઈટીના તમામ સેક્ટર્સની શરૂઆત ગ્રીન સિગ્નલ સાથે થઈ હતી. તેમાં રિયલ્ટી, મેટલ, ઓટો, FMCG, PSU બેંક, ફાર્મા, મીડિયા, ફાઈનાન્સ સર્વિસ, બેંક અને પ્રાઈવેટ બેંક સામેલ છે.
ગત કારોબારી દિવસમાં સેન્સેક્સ 0.25 ટકાના ઘટાડા સાથે 97.92 અંક નીચે 38756.63ના સ્તરે બંધ થયો હતો અને નિફ્ટી 0.38 ટકાના ઘટાડા સાથે 11421.05ના સ્તર પર બંધ થયું હતું.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments