Wednesday, September 22, 2021
Homeસેન્સેક્સ અફડાતફડીમાં ઉપરમાં ૪૯૦૮૯ થી ૪૮૬૯૪ વચ્ચે ફંગોળાઈ અંતે ૨૮ પોઈન્ટ વધીને...
Array

સેન્સેક્સ અફડાતફડીમાં ઉપરમાં ૪૯૦૮૯ થી ૪૮૬૯૪ વચ્ચે ફંગોળાઈ અંતે ૨૮ પોઈન્ટ વધીને ૪૮૮૩૨

કોરોના સંક્રમણની બીજી લહેર દેશભરમાં ભયંકર ઝડપે ફેલાવા લાગી હોઈ આ વખતે કોરોના અત્યંત ઘાતક નીવડીની મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ સહિતા રાજયોમાં અનેકને મોતને ઘાટ ઊતારી રહ્યો હોઈ સર્જાયેલી આ હેલ્થ કટોકટી દેશની આર્થિક કમર પણ તોડી નાંખશે એવા ફફડાટ વચ્ચે આજે સપ્તાહના અંતે શેરોમાં ઈન્ડેક્સ બેઝડ મજબૂતી છતાં ઉછાળે અંતે સાવચેતી જોવાઈ હતી. દેશમાં કોરોનાના પરિણામે આર્થિક મોરચે વૃદ્વિમાં પીછેહઠના અંદાજો છતાં કોરોનાને માત આપવા દેશમાં સ્થાનિક બે વેક્સિન સિવાય અન્ય વિદેશી વેક્સિનોને તાકીદે સરકાર મંજૂરી આપી રહી હોઈ આગામી દિવસોમાં ફરી કોરોના કાબૂમાં આવી જવાની અપેક્ષા અને આર્થિક વૃદ્વિ વેગ પકડશે એવા અંદાજોએ ફોરેન ફંડોએ આજે પણ શેરોમાં તેજી કરી હતી. હેલ્થકેર ક્ષેત્રે જંગી બિઝનેસ તકો કોરોનાના પરિણામે આવી હોઈ હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોએ આજે મોટી તેજી કરી હતી. આ સાથે કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓટોમોબાઈલ, એફએમસીજી શેરોમાં લેવાલી કરતાં બજાર પોઝિટીવ ઝોનમાં રહ્યું હતું. સેન્સેક્સ અંતે ૨૮.૩૫ પોઈન્ટ વધીને ૪૮૮૩૨.૦૩ અને નિફટી સ્પોટ ૩૬.૪૦ પોઈન્ટ વધીને ૧૪૬૧૭.૮૫ બંધ રહ્યા હતા. બેંકિંગ શેરોમાં આજે સતત પ્રોફિટ બુકિંગ રહ્યું હતું.

સેન્સેક્સ અફડાતફડીમાં ઉપરમાં ૪૯૦૮૯ થી ૪૮૬૯૪ વચ્ચે ફંગોળાઈ અંતે ૨૮ પોઈન્ટ વધીને ૪૮૮૩૨

ટ્રેડીંગની શરૂઆત આજે સાવચેતીએ થઈ હતી. ફંડોની આઈટી શેરો ટીસીએસ, ઈન્ફોસીસ સહિતમાં નફારૂપી વેચવાલી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બેંકિંગ-ફાઈનાન્સ શેરો આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંકમાં વેચવાલી અને હિન્દુસ્તાન યુનિલિવર, મારૂતી સુઝુકી, લાર્સન સહિતમાં નરમાઈએ એક સમયે ઘટીને નીચામાં૪૮૬૯૪.૪૯ સુધી આવ્યો હતો. જે ઘટયામથાળેથી પાછો ફરીને ફાર્મા શેરોમાં સન ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ સહિતમાં તેજી થતાં અને ઓટો શેરો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ઓટો સહિતમાં આકર્ષણે અને ઓએનજીસી, ટેક મહિનદ્રા, એચડીએફસી લિમિટેડ, નેસ્લે ઈન્ડિયા, એશીયન પેઈન્ટસ, એનટીપીસી, આઈટીસી, ટાઈટન, બજાજ ફિનસર્વ, ભારતી એરટેલ, પાવર ગ્રીડ કોર્પ, ઈન્ડસઈન્ડ બેંક, એક્સીસ બેંક સહિતમાં આકર્ષણે એક સમયે વધીને ૪૯૦૮૯.૫૫ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને છેલ્લી ઘડીમાં નીચામાં ૪૮૭૩૮ સુધી આવી અંતે ૨૮.૩૫ પોઈન્ટ વધીને ૪૮૮૩૨.૦૩ બંધ રહ્યો હતો.

નિફટી સ્પોટ અફડાતફડીમાં નીચામાં ૧૪૫૫૯ થી ઉપરમાં ૧૪૬૯૭ વચ્ચે ફંગોળાઈ અંતે ૩૬ પોઈન્ટ વધીને ૧૪૬૧૭

એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૪૫૮૧.૪૫ સામે ૧૪૫૯૯.૬૦ મથાળે ખુલીને આરંભમાં આંચકામાં ફંડોની આઈટી, બેંકિંગ-ફાઈનાન્સ શેરો તેમ જ મેટલ-માઈનીંગ શેરોમાં જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ સહિતમાં વેચવાલી અને લાર્સન એન્ડટુબ્રો, રિલાયન્સસહિતમાં વેચવાલીએ ઘટીને નીચામાં ૧૪૫૫૯ સુધી આવ્યો હતો. જે ઘટયામથાળેથી ફંડોની આરંભથી જ વિપ્રોના સારા પરિણામે તેજી અને ફાર્મા શેરોમાં સિપ્લા, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, સન ફાર્મા, દિવિઝ લેબ સહિતમાં લેવાલી અને ઓટો શેરો ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્ર, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ સહિતમાં આકર્ષણે અને સિમેન્ટ શેરોમાં શ્રી સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતમાં તેજી અને બીપીસીએલ, નેસ્લે ઈન્ડિયા, હિન્દાલ્કો, એચસીએલ ટેકનોલોજી, ટાટા કન્ઝયુમર પ્રોડક્ટસ સહિતમાં લેવાલીએ એક સમયે વધીને ૧૪૬૯૭.૭૦ સુધી પહોંચી અંતે ૩૬.૪૦ પોઈન્ટ વધીને ૧૪૬૧૭.૮૫ બંધ રહ્યો હતો.

વિપ્રો પ્રોત્સાહક પરિણામે રૂ.૩૮ વધીને રૂ.૪૬૯ : ઓરેકલ, એચસીએલ, ટેક મહિન્દ્રા વધ્યા : ટીસીએસ, ઈન્ફોસીસ ઘટયા

આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં ગઈકાલે વિપ્રોના પ્રોત્સાહક ત્રિમાસિક પરિણામ જાહેર થતાં શેર રૂ.૩૮.૨૫ વધીને રૂ.૪૬૯.૨૫ રહ્યો હતો. આ સાથે ઓરેકલ ફિનસર્વ રૂ.૭૪.૬૫ વધીને રૂ.૩૩૬૭.૧૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૧૮.૬૦ વધીને રૂ.૧૦૧૦, ટેક મહિન્દ્રા રૂ.૧૬.૭૦ વધીને રૂ.૧૦૧૦.૬૦, એમ્ફેસીસ રૂ.૧૧.૬૦ વધીને રૂ.૧૭૦૯.૧૦, એલ એન્ડ ટી ઈન્ફોટેક રૂ.૪૯.૮૦ વધીને રૂ.૪૦૯૦.૭૫ રહ્યા હતા. જ્યારે ટીસીએસ રૂ.૨૫.૬૫ ઘટીને રૂ.૩૧૯૩.૩૦, ઈન્ફોસીસ રૂ.૮.૯૫ ઘટીને રૂ.૧૩૫૨.૫૫ રહ્યા હતા.

હેલ્થકેર ઈન્ડેક્સની ૪૨૫ પોઈન્ટની છલાંગ : હેસ્ટર રૂ.૩૩૬ ઉછળીને રૂ.૨૩૪૯ : સ્ટ્રાઈડ, ગ્લેન્ડ, ગ્લેનમાર્ર્ક, કેડિલા ઉછળ્યા

કોરોના સંક્રમણની બીજી લહેર ખતરનાક નીવડી રહી હોઈ દેશમાં હેલ્થકેર ક્ષેત્રે જંગી તકો સર્જાતાં આજે ફંડોએ હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના પરિણામો અત્યંત સારા નીવડવાની અપેક્ષાએ આક્રમક તેજી કરી હતી. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૪૨૪.૫૨ પોઈન્ટ ઉછળીને ૨૩૦૦૬.૯૪ બંધ રહ્યો હતો. હેસ્ટર બાયો રૂ.૩૩૬.૪૫ ઉછળીને રૂ.૨૩૪૯.૪૫, સ્ટ્રાઈડ આર્કોલેબ રૂ.૬૬.૯૫ ઉછળીને રૂ.૯૨૧.૧૫, ગ્લેનમાક ફાર્માની કોરોના માટે ફેબિફ્લુ ડ્રગ્ઝ માટેની જંગી માંગને લઈ ફંડોની આક્રમક સતત ખરીદીએ શેર રૂ.૩૫.૧૦ વધીને રૂ.૫૭૧.૯૦, ગ્લેન્ડ રૂ.૧૪૫.૮૦ વધીને રૂ.૨૬૨૯.૧૦, દિશમેન કાર્બોજેન રૂ.૬.૨૫ વધીને રૂ.૧૨૨.૪૫, કેડિલા હેલ્થકેર રૂ.૨૩ વધીને રૂ.૫૨૭, યુનિકેમ લેબ રૂ.૧૩.૩૦ વધીને રૂ.૩૨૪.૯૦, ઓરોબિન્દો ફાર્મા રૂ.૩૮.૩૫ વધીને રૂ.૯૫૩, સિન્જેન રૂ.૧૬.૪૫ વધીને રૂ.૫૮૯.૩૫, સિપ્લા રૂ.૨૪.૫૦ વધીને રૂ.૯૩૮.૭૦, વોખાર્ટ રૂ.૧૧.૬૦ વધીને રૂ.૪૫૬.૭૫, અપોલો હોસ્પિટલ રૂ.૬૯.૪૦ વધીને રૂ.૩૦૬૦.૨૦, મેટ્રોપોલિસ રૂ.૪૯.૫૫ વધીને રૂ.૨૪૮૪.૪૫, ઈપ્કા લેબ રૂ.૪૧.૫૦ વધીને રૂ.૨૧૪૩.૨૦, ફાઈઝર રૂ.૮૭.૬૫ વધીને રૂ.૫૨૧૯.૩૦, બાયોકોન રૂ.૮.૩૦ વધીને રૂ.૪૧૨.૮૦, દિવીઝ લેબ રૂ.૪૦.૭૫ વધીને રૂ.૩૮૨૩.૭૦, ડો.રેડ્ડીઝ લેબ રૂ.૫૦.૫૫ વધીને રૂ.૪૮૯૩ રહ્યા હતા.

ઓટો શેરોમાં આકર્ષણ : મારૂતી ભાવો વધાર્યા : શેર ઘટયો : એસ્કોર્ટસ, ટાટા મોટર્સ, મહિન્દ્રા, મધરસન, હીરો, આઈશર વધ્યા

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે ફંડોની પસંદગીની લેવાલી થઈ હતી. એસ્કોર્ટસ રૂ.૨૯.૨૦ વધીને રૂ.૧૨૪૬.૮૫, ટાટા મોટર્સ રૂ.૬.૪૦ વધીને રૂ.૩૦૯.૯૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૬.૯૦ વધીને રૂ.૮૨૨.૧૦, બોશ રૂ.૨૬૪.૧૦ વધીને રૂ.૧૩૮૮૯.૯૫, ટીવીએસ મોટર રૂ.૮ વધીને રૂ.૫૫૦.૩૫, હીરો મોટોકોર્પ રૂ.૩૦.૭૫ વધીને રૂ.૨૮૯૩.૭૫, આઈશર મોટર્સ રૂ.૨૨.૬૫ વધીને રૂ.૨૪૩૪.૩૦, બજાજ ઓટો રૂ.૨૨.૦૫ વધીને રૂ.૩૬૨૩.૫૦ રહ્યા હતા. મારૂતી સુઝુકી દ્વારા તેના સિલેક્ટેડ વાહનોના ભાવમાં વધારો કરવામાં આવતાં શેરમાં સાધારણ નરમાઈએ રૂ.૬૬૪૯.૬૫ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આકર્ષણ : વોલ્ટાસ, ટાઈટન, ઓરિએન્ટલ ઈલેક્ટ્રિક, સિમ્ફની વધ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ આજે ફંડોની પસંદગીની લેવાલી રહી હતી. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૪૨૬.૨૩ પોઈન્ટ વધીને ૩૨૪૩૦.૨૧ રહ્યો હતો. વોલ્ટાસ રૂ.૧૧.૭૫ વધીને રૂ.૯૫૯.૦૫, ટાઈટન રૂ.૧૨.૫૫ વધીને રૂ.૧૫૪૯.૯૫, ઓરિએન્ટલ ઈલેક્ટ્રિક રૂ.૨.૩૫ વધીને રૂ.૨૮૮.૩૫, સિમ્ફની રૂ.૮.૭૦ વધીને રૂ.૧૧૯૨.૯૫, રાજેશ એક્ષપોર્ટસ રૂ.૩.૧૦ વધીને રૂ.૫૦૧.૦૫ રહ્યા હતા.

હિન્દાલ્કો રૂ.૧૬ ઉછળીને રૂ.૩૭૦ : મેટલ-માઈનીંગ શેરોમાં વેદાન્તા, નાલ્કો વધ્યા : જેએસડબલ્યુ, ટાટા સ્ટીલ, સેઈલ ઘટયા

મેટલ-માઈનીંગ શેરોમાં આજે ફંડોની પસંદગીની લેવાલી રહી હતી. હિન્દાલ્કો રૂ.૧૬.૪૦ વધીને રૂ.૩૭૦.૧૫, વેદાન્તા રૂ.૬.૪૦ વધીને રૂ.૨૩૧.૮૦, એનએમડીસી રૂ.૧.૨૦ વધીને રૂ.૧૪૨.૫૦ રહ્યા હતા. જ્યારે જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૯.૯૦ ઘટીને રૂ.૬૧૯, સેઈલ રૂ.૧.૪૦ ઘટીને રૂ.૯૧.૪૦, ટાટા સ્ટીલ રૂ.૮.૨૫ ઘટીને રૂ.૮૮૯.૬૦ રહ્યા હતા.

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં મિશ્ર ટ્રેન્ડ : આઈસીઆઈસીઆઈ બેંક, આરબીએલ બેંક, કોટક બેંક, સ્ટેટ બેંક ઘટયા : એચડીએફસી લિ.

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે મિશ્ર ટ્રેન્ડ જોવાયો હતો. આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૮.૯૦ ઘટીને રૂ.૫૬૬.૬૦, આરબીએલ બેંક રૂ.૧.૮૦ ઘટીને રૂ.૧૮૭.૭૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨.૫૦ ઘટીને રૂ.૩૩૯.૯૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૭.૧૫ ઘટીને રૂ.૧૭૬૫.૫૫ રહ્યા હતા. જ્યારે ઈન્ડસઈન્ડ બેંક રૂ.૭.૦૫ વધીને રૂ.૮૬૫.૩૫, એસબીઆઈ કાર્ડસ રૂ.૬૭.૭૫ વધીને રૂ.૯૭૩.૬૦, રેપકો હોમ રૂ.૩૨.૯૫ વધીને રૂ.૩૧૫.૧૦, કેમ્સ રૂ.૨૦૯.૩૦ વધીને રૂ.૨૦૬૨.૦૫, એન્જલ બ્રોકિંગ રૂ.૨૬.૩૫ વધીને રૂ.૩૨૩.૦૫, કેર રેટીંગ્સ રૂ.૨૩.૭૫ વધીને રૂ.૪૬૭.૮૫, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ રૂ.૩૪.૯૫ વધીને રૂ.૧૪૨૩, એચડીએફસી લિમિટેડ રૂ.૨૬.૫૫ વધીને રૂ.૨૫૭૪.૫૫ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં સપ્તાહાંતે ફરી વેલ્યુબાઈંગ : ૧૬૫૪ શેરો પોઝિટીવ બંધ : ૨૪૮ શેરોમાં બાયરની સર્કિટ

ઈન્ડેક્સ બેઝડ આંચકા, અફડાતફડી છતાં આજે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગે માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં લિસ્ટેડ ૩૦૬૦ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૬૫૪ અને ઘટનારની સંખ્યા ૧૨૪૦ રહી હતી. ૨૪૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૯૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.

FPI/FIIની કેશમાં શેરોમાં રૂ.૪૩૭ કરોડની ચોખ્ખી ખરીદી, DIIની કેશમાં રૂ.૬૫૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી

એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, એફપીઆઈ-ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની આજે-શુક્રવારે કેશમાં રૂ.૪૩૭.૫૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૭૫૧૨.૩૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૭૦૭૪.૮૧ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૬૫૭.૫૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. જેમાં કુલ રૂ.૫૫૨૩.૫૮કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૮૬૬.૦૩ કરોડની વેચવાલી થઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments