શેરબજાર : સેન્સેક્સ 62 અંક વધ્યો, નિફ્ટીએ 9900ની સપાટી વટાવી; મારૂતિ સુઝુકી, એક્સિસ બેન્કના શેર વધ્યા

0
0
  • મારૂતિ સુઝુકી, એક્સિસ બેન્ક, ટેક મહિન્દ્રા, ઈન્ડસઈન્ડ બેન્ક, ભારતી એરટેલના શેર વધ્યા
  • પાવરગ્રીડ, એનટીપીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, એસબીઆઈ, એમએન્ડએમના શેર ઘટ્યા

મુંબઈ. ભારતીય શેરબજારોનું ફલેટ ઓપનિંગ થયું છે. સેન્સેક્સ 62 અંક વધી 33667 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 19 અંક વધી 9933 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર મારૂતિ સુઝુકી, એક્સિસ બેન્ક, ટેક મહિન્દ્રા, ઈન્ડસઈન્ડ બેન્ક અને ભારતી એરટેલ સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. મારૂતિ સુઝુકી 2.04 ટકા વધી 5610 પર કારોબાર કરી રહ્યો છે. એક્સિસ બેન્ક 1.70 ટકા વધી 387.95 પર કારોબાર કરી રહ્યો છે. જોકે પાવરગ્રીડ, એનટીપીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, એસબીઆઈ અને એમએન્ડએમ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પાવર ગ્રીડ કોર્પ 1.82 ટકા ઘટી 159.50 પર કારોબાર કરી રહ્યો છે. એનટીપીસી 1.45 ટકા ઘટી 91.50 પર કારોબાર કરી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here