Friday, March 29, 2024
Homeશેરબજાર : સેન્સેક્સ ફરી 38,000ની સપાટી ઉપર, નિફ્ટીમાં પણ જોવા મળી તેજી
Array

શેરબજાર : સેન્સેક્સ ફરી 38,000ની સપાટી ઉપર, નિફ્ટીમાં પણ જોવા મળી તેજી

- Advertisement -

આજે અઠવાડિયાના બીજા કારોબારી દિવસે એટલે કે મંગળવારે શેરબજારમાં તેજી સાથે શરૂઆત જોવા મળી. બોમ્બે સ્ટોક એક્સચેંજનો પ્રમુખ ઇંડેક્સ સેન્સેક્સ 158.58 પોઇન્ટ એટલે કે 0.42 ટકા ઉપર 38,093ના સ્તર પર ખુલ્યું. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજની નિફ્ટી 0.42 ટકા એટલે કે 46.45 પોઇન્ટની સાથે 11,178.25ના સ્તર પર ખુલ્યું.

દિગ્ગજ શેરોની પરિસ્થિતિ

દિગ્ગજ શેરની વાત કરીએ તો આજે બીપીસીએલ, ઝી લિમિટેડ, ટેક મહેન્દ્રા, ઇંડસઇંડ બેંક, અદાણી પોર્ટસ, એક્સિસ બેંક, એસબીઆઇ, ટાટા મોટર્સ, ગેલ અને આઇઓસી ગ્રીન ઝોનમાં ખુલ્યાં. જ્યારે ઇન્ફોસિસ, ઇંફ્રાટેલ, સિપ્લા, એમ એન્ડ એમ, ભારતીય એરટેલ, પાવર ગ્રિડ, એચસીએલ ટેક, ગ્રાસિમ, આઇટીસી અને એશિયન પેઇન્ટસના શેર ઘટાડા સાથે જોવા મળ્યાં.

સેક્ટોરિયલ ઇંડેકસ પર નજર

સેક્ટોરિયલ ઇંડેક્સ પર નજર નાંખીએ તો આજે બધા સેક્ટર્સ ગ્રીન ઝોનમાં ખુલ્યા. જેમાં મેટલ, બેંક, ફાઇનાન્સ સર્વિસ, ફાર્મા, એફએમસીજી, ઓટો, આઇટી, ખાનગી બેંક, પીએસયુ બેંક, રિયલ્ટી અને મીડિયા સામેલ છે.

ગઇકાલે કોરાબોરી દિવસે ઘટાડા પર થયું હતું બંધ

ગઇકાલે કારોબારી દિવસે શેર બજાર ઘટાડા સાથે બંધ જોવા મળ્યું હતું. કાલે સેન્સેક્સ 0.51 ટકા ઘટાડા સાથે 194.17 પોઇન્ટ નીચે 37,934.73ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 0.56 ટકા નીચે 62.35 પોઇન્ટના ઘટાડા સાતે 11,131.80ના સ્તર પર બંધ થયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular