Monday, October 18, 2021
Homeશેરબજાર : વર્ષના અંતિમ દિવસે બજારની અસ્પષ્ટ ચાલ, સેન્સેક્સમાં 18 અંકની નજીવી...
Array

શેરબજાર : વર્ષના અંતિમ દિવસે બજારની અસ્પષ્ટ ચાલ, સેન્સેક્સમાં 18 અંકની નજીવી વૃદ્ધિ.

વર્ષના અંતિમ ટ્રેડિંગ દિવસે શેરબજારની અસ્પષ્ટ ચાલ નજરે પડી રહી છે.SENSEX અને NIFTY નરમાશ સાથે ખુલ્યા બાદ થોડી રિકવરી સાથે હાલ નજીવા વધારા – ઘટાડાને દર્શાવી રહ્યા છે . સેન્સેક્સ 47,602.12 સુધી ગગડ્યો હતો જયારે નિફટીનું નીચલું સ્તર 13,936.45 નોંધાયું હતું.

BSE માં ટીસીએસ, એસબીઆઇ, એચડીએફસી અને ઇન્ફોસીસ જેવી મોટી કંપનીઓના શેર સેન્સેક્સને ઘટાડા તરફ લીડ કરે છે. નિફટીમાં ઈન્ડેક્સનો ટોપ લૂઝર સ્ટેટ બેંકનો શેરછે. શેર 1.03% નીચે 274.05 પર ટ્રેડ કરી રહ્યો છે. બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ રૂ .188.17 લાખ કરોડની સપાટીએ પહોંચી ગઈ છે.

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં શરૂઆત ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 476780 ની નીચે જ્યારે નિફ્ટીએ 13,936.45 સુધી ગોથા લગાવ્યા. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.1 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 18અંક ઉપર 47,764.59 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 13,981.35 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

ભારતીય શેરબજારની પ્રારંભિકસત્રમાં સ્થિતિ (સવારે 9.45 વાગે )

બજાર સૂચકઆંક વધારો /ઘટાડો S

સેન્સેક્સ 47,764.59 +18.37 (0.038%)

નિફટી 13,981.35 −0.60 (0.0043%)

શેરબજારમાં પ્રારંભિક સત્રમાં ઉતાર – ચઢાવ

SENSEX

Open 47,753.11
High 47,801.53
Low 47,602.12

NIFTY

Open 13,970.00
High 13,997.85
Low 13,936.45

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments