શેરબજાર : સેન્સેક્સ 1075 પોઈન્ટ વધીને 39090 પર અને નિફ્ટી 329 પોઈન્ટ વધીને 11603 ઉપર બંધ

0
0

મુંબઈઃ શેર બજારમાં શુક્રવારની તેજીની અસર સોમવારે પણ જોવા મળી હતી. સેન્સેક્સ 1,075.41 પોઈન્ટના વધારા સાથે 39,090.03 પર બંધ રહ્યો છે. ઈન્ટ્રા ડેમાં સેન્સેસ્ક 1426 પોઈન્ટ વધ્યો હતો. નિફ્ટી પણ 329 પોઈન્ટના વધારા સાથે 11,603.40 પર બંધ રહ્યો હતો. ઈન્ટ્રા ડેમાં તે 421 વધ્યો હતો. એક્સપર્ટના જણાવ્યા મુજબ કોર્પોરેટ ટેક્સ ઘટાડાની અશર સોમવારે પણ જોવા મળી હતી. શુક્રવારે સેન્સેક્સ 1921 પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો.

સેન્સેક્સના 30માંથી 16 અને નિફ્ટીના 50માંથી 32 શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. એનએસઈના 11માંથી 9 સેક્ટર ફાયદામાં રહ્યા હતા. પ્રાઈવેટ બેંક ઈન્ડેક્સમાં સૌથી વધારે 5.64%ની તેજી જોવા મળી હતી. આઈટી ઈન્ડેક્સ 2.88 %નુકસાનમાં રહ્યા હતા.

એનાલિસ્ટોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા કોર્પોરેટ ટેક્સ ઘટાડવા અને શેરબજારમાં ટેક્સ સંબધી રાહતોની જાહેરાતની અસર જોવા મળી રહી છે. આ જાહેરાત બાદ શુક્રવારે પણ બજારમાં રેકોર્ડ ઉછાળો જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here