શેરબજાર : સેન્સેક્સ 222 અંક વધ્યો, નિફ્ટીએ 10500ની સપાટી વટાવી; આઈટીસી, એશિયન પેઈન્ટ્સના શેર વધ્યા

0
4
  • આઈટીસી, એશિયન પેઈન્ટ્સ, હીરો મોટોકોર્પ, બજાજ ઓટોના શેર વધ્યા
  • પાવર ગ્રીડ કોર્પ, એચસીએલ ટેક, ઈન્ડસઈન્ડ બેન્ક, સન ફાર્માના શેર ઘટ્યા

મુંબઈ. ભારતીય શેરબજારોમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 222 અંક વધીને 35653 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 63 અંક વધીને 10534 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર આઈટીસી, એશિયન પેઈન્ટ્સ, હીરો મોટોકોર્પ, બજાજ ઓટો અને બજાજ ફાઈનાન્સના શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. એશિયન પેઈન્ટ્સ 4.67 ટકા વધી 1762.35 પર કારોબાર કરી રહ્યો છે. હીરો મોટોકોર્પ 3.65 ટકા વધી 2506.60 પર કારોબાર કરી રહ્યો છે. જોકે પાવર ગ્રીડ કોર્પ, એચસીએલ ટેક, ઈન્ડસઈન્ડ બેન્ક, સન ફાર્મા અને ઈન્ફોસિસ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પાવર ગ્રીડ કોર્પ 1.73 ટકા ઘટી 184.20 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ડસઈન્ડ બેન્ક 1.44 ટકા ઘટી 512.90 પર કારોબાર કરી રહ્યો છે.